181
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ મે ૨૦૨૧
સોમવાર
મુંબઈ શહેરમાં એક તરફ વેપારીઓને ભૂખે મરવાની નોબત આવી છે તો બીજી તરફ આ વેપારીઓ અને ફેરિયાઓ પાસેથી હપતા વસૂલ કરનારાઓની દિવાળી ચાલુ છે. વાત એમ છે કે દાદર વિસ્તારમાં એક લુખ્ખો પોલીસની ઝડપે ચડી ગયો છે. આ વ્યક્તિ દાદર વિસ્તારના ફેરિયાઓ તેમ જ દુકાનદારો પાસેથી દમદાટી આપીને એક અથવા તો બીજા કારણ હેઠળ પૈસા વસૂલ તો હતો. જ્યારે પોલીસે તેને પકડ્યો અને તેની સંપત્તિ જોઈ તો પોલીસની આંખ પહોળી થઈ ગઈ. આ ગુંડાની પાસેથી મોંઘી ગાડી, સોનાનાં ઘરેણાં ઉપરાંત અનેક ફ્લૅટ અને ત્રણ કરોડ રૂપિયા મળી આવ્યા. આ વ્યક્તિનો ધંધો માત્ર ને માત્ર વેપારીઓ પાસેથી પૈસા વસૂલવાનો છે.
શું આ રીતે દેશ આગળ વધશે?
You Might Be Interested In