ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જાન્યુઆરી 2022
બુધવાર.
મુંબઈગરાની સેવામાં હવે બેસ્ટ ઉપક્રમની એરકંડિશન્ડ(એસી) ડબલ ડેકર બસ હાજર થવાની છે. બેસ્ટ પ્રશાસને 900 ડબલડેકર એસી ઈલેક્ટ્રિક બસ ખરીદવાનો નિર્ણય લીધો છે. તેની પાછળ લગભગ 3,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
ભાડા પર લેવામાં આવનારી આ ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ લેવા માટે ઓક્ટોબર 2021માં ટેન્ડર મગાવવામાં આવ્યા હતા. તેને પ્રતિસાદ મળ્યો નહોતો. હવે બેસ્ટના કાફલામાં 900 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ભાડા સમાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મૂળ પ્રસ્તાવ મુજબ અગાઉ 12 વર્ષ માટે 400 ડબલ ડેકર બસ પાછળ 1,600 કરોડ રૂપિયા ખર્ચવામાં આવવાના હતા. જોકે હવે બેસ્ટ ની સંખ્યા વધારી દેવામાં આવી છે, તેથી હવે આ ખર્ચ પણ 3,200 કકરોડ રૂપિયા થઈ જશે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈના રસ્તા પર પહેલી વખત 1937માં ડબલ ડેકર બસ દોડી હતી. ડબલ ડેકર સમાં એક વખતમાં 90 પ્રવાસીઓ પ્રવાસ કરી શકે છે. એક ડબલ ડેકર બસની આવક પ્રતિ કિલોમીટરે 65.86 રૂપિયા હોય છે, તેની સામે પ્રતિ કિલોમીટરે ખર્ચ 200.46 રૂપિયા થાય છે.