ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
સોમવારે વહેલી સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર 6 વાહનો એકબીજા સાથે જોશભેર ટકરાઈ ગયાં હતાં. આ વિચિત્ર ઍક્સિડન્ટમાં 3 કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર એકબીજા સાથે ભટકાયાં હતાં. આ ઍક્સિડન્ટમાં ત્રણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, તો 6 લોકો જખમી થયા હતા. મૃતકોમાં ત્રણે જણ કારમાં પ્રવાસ કરી રહ્યા હોવાનું હાઈવે પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ વહેલી સવારના લગભગ 6.00 વાગ્યાની આસપાસ એક્સપ્રેસ હાઈવે પર બોરઘાટ પાસે રસ્તાની એક તરફ મરઘા ભરેલી ટ્રક સાથે કાર જોશભેર ટકરાઈ હતી. એના પાછળ ફૂલ સ્પીડે આવી રહેલું ટ્રેલર આ કાર સાથે ભટકાયું હતું. એમાં કારનો ખુરદો બોલાઈ ગયો હતો.
જાપાનના નવનિર્વાચિત વડા પ્રધાને એવું પગલું ભર્યું કે ચીન અને ઉત્તર કોરિયાના પેટમાં તેલ રેડાયું, થઈ ગયા લાલઘૂમ
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે ઍક્સિડન્ટ એટલો ભીષણ હતો કે કારમાં સવાર લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટ્રકના ડ્રાઇવર સામે ગુનો નોંધીને તેને તાબામાં લીધો હતો. આ ઍક્સિડન્ટને કારણે જોકે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.