ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
અદાણી ગ્રુપે એની ઍરપૉર્ટ હોલ્ડિંગ કંપની અદાણી ઍરપૉર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) અને મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ લિમિટેડ (MIAL)માં દેશના બીજા ક્રમના સૌથી મોટા ઍરપૉર્ટના હેડક્વાર્ટરને સ્થળાંતરિત કરવાનો નીર્ણય લીધો છે અને એ માટે મુખ્ય નેતૃત્વની સ્થિતિમાં ઘણા ફેરફારો કર્યા છે. અદાણી ગ્રુપે GVK ગ્રુપ પાસેથી MIALનો મૅનેજમેન્ટ કન્ટ્રોલ સંભાળ્યાના કેટલાક દિવસો બાદ આ બદલાવની જાહેરાત કરી હતી.
જૂથ AAHLના મુખ્ય કાર્યાલયને મુંબઈથી અમદાવાદ સ્થળાંતરિત કરાશે એમ જણાવાયું છે. અદાણી ગ્રુપે ઉમેર્યુ હતું કે આર.કે. જૈન MIALના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જ હવે અદાણી ઍરપૉર્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરનું પદ સંભાળશે. અદાણી ગ્રુપે કહ્યું હતું કે “જૈન ઍરપૉર્ટ ઝૂંપડપટ્ટીના પુનર્વસન માટેની યોજનાને અમલીકરણના તબક્કે લઈ જવા માટે યોજના બનાવશે. તે ઍરપૉર્ટના નિયમનકારી મુદ્દાઓમાં પણ સામેલ થશે.”
આ મોટા ફેરફાર બાદ અમદાવાદ, લખનઉ, મેન્ગલુરુ, ગુવાહાટી, તિરુવનંતપુરમ્ અને જયપુરના ચીફ ઍરપૉર્ટ અધિકારીઓ જૈનને રિપૉર્ટ કરશે. જૈન બદલામાંAAHLના મુખ્ય કાર્યકારી અધિકારી મલય મહાદેવિયાને રિપૉર્ટ કરશે.