ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર.
મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ પેટ્રોલ-ડીઝલ પર ચાલતા વાહનોને કારણે થતા પ્રદૂષણને રોકવા માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના પર્યાવરણ મંત્રાલયે લીધેલા નિર્ણય મુજબ રાજ્યમાં તમામ સરકારી વાહનો ઇલેક્ટ્રિક હશે. આ નિર્ણય પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવશે.
રાજ્ય સરકારે અગાઉ જ તમામ સરકારી વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં પરાવર્તિ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય પહેલી એપ્રિલ, 2022થી લાગુ થવાનો હતો. જોકે હવે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ જાહેરાત કરી છે કે પહેલી એપ્રિલને બદલે હવે આ નિર્ણય પહેલી જાન્યુઆરી, 2022થી અમલમા આવશે.
આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પર્યાવરણ મંત્રી ઠાકરેએ કહ્યું છે કે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ઇલેક્ટ્રિક વાહનો અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાજપના ધારાસભ્યનું થયું નિધન. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર અસર પડશે. જાણો વિગત.
મુંબઈમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ ઉપલબ્ધ કરવામાં આવવાના છે. મુંબઈ મહાનગરપાલિકા તરફથી ત્રણ સ્થળોએ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. હુતાત્મા ચોક પેઇડ પાર્કિંગ, કાલાઘોડા ચોક પેઇડ પાર્કિંગ અને રેમ્પાર્ટ માર્ગ ફૂટપાથ પેઇડ પાર્કિંગ પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે. ત્રણેય સ્થળોએ પ્રથમ 3 મહિના માટે મફત ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ હશે.