ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
ઇઝરાયલમાં રહેતા એક ભારતીય ડૉક્ટરે ગોરેગાવના નેસ્કો જમ્બો સેન્ટરમાં ગુપ્ત દાન કર્યું છે. આ દાનની રકમ દ્વારા નેસ્કો સેન્ટરમાં પેથોલૉજી લૅબ પણ આજથી શરૂ કરવામાં આવી છે. BMCના કોઈ પણ જમ્બો કોવિડ સેન્ટરમાં શરૂ થનાર આ પહેલી લૅબ છે. આ સેન્ટરમાં લગભગ ૨૩,૦૦૦ દર્દીઓએ સારવાર મેળવી છે.
આ વ્યક્તિએ સેન્ટરમાં લૅબ શરૂ કરવા માટે જરૂરી એવાં ૩ મશીન આપ્યાં છે. સિરમ ઇલેક્ટ્રો લાઇટ, બાયોકેમિસ્ટ્રી અને સેન્ટ્રિફ્યુજ આ મશીનો સોડિયમ અને પોટૅશિયમ સાથે કિડની અને લીવરનું પ્રોફાઇલિંગ કરવામાં મદદરૂપ થશે. આ મશીનોની કિંમત અંદાજે ૨.૩૦ લાખ રૂપિયા આસપાસની છે. આ ઉપરાંત આગામી મહિના માટે ટેસ્ટ ટ્યુબ અને બીજા જરૂરી સાધનો પણ આપ્યાં છે, જેની કિંમત લગભગ ૫૦,૦૦૦ આસપાસ છે.
જોકેઆ વ્યક્તિએ પૈસા સીધાં મશીનો અને સાધનો પૂરા પાડનાર વેન્ડરને ચૂકવી દીધા છે. આ ડૉક્ટરે પોતાની ઓળખ છતી થવા દીધી નથી. નેસ્કોમાં શરૂ થયેલી આ પેથોલૉજી લૅબથી કોવિડ સેન્ટર વધુ આત્મનિર્ભર બનશે અને ઓછા સમયમાં પરીક્ષણના પરિણામ મેળવી શકાશે.
શું તમારી પાસે પણ છે આ જૂનો બે રૂપિયાનો સિક્કો? તો તમે પણ કમાય શકો છો પાંચ લાખ રૂપિયા, જાણો વિગત
આ સંદર્ભે નેસ્કો જમ્બો સેન્ટરનાં ડીન ડૉ. નીલમ અન્દ્રાડેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “સેન્ટરને અનાજ અને બીજી સગવડો આપવા માગતા કેટલાક લોકોએ એક રાષ્ટ્રીય પાર્ટી દ્વારા અમારો સંપર્ક કર્યો હતો, પરંતુ અમારી ઇચ્છા સેન્ટરમાં એક લૅબ સ્થાપવાની હતી. એટલે તેઓએ એક ડૉક્ટરને વાત કરી અને અમને પોતાની ઓળખ છુપાવી ડૉનેશન આપવા તૈયાર થયા.”