ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ચરણ બદ્ધ રીતે અંધેરી રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. આ માટે રેલવે વિભાગે પ્રથમ ચરણમાં બે એકર જેટલી જમીન વિકાસ માટે સોંપી દીધી છે. કુલ મળીને સાડા ચાર એકર જમીનમાં રેલ્વે સ્ટેશનનો વિકાસ થશે. આ વિકાસ કામ માટે 218 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
આ સંદર્ભે આઈ આર એસ ડી સી ના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ એસ.કે લોહિયાએ જણાવ્યું કે માત્ર અંધેરી નહીં પરંતુ બોરીવલી, થાણા, દાદર, કલ્યાણ અને બાંદ્રા રેલ્વે સ્ટેશનનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે. આ તમામ પરિયોજનાઓ નું કામ અલગ-અલગ ચરણોમાં કરવામાં આવશે. જોકે અંધેરી રેલ્વેસ્ટેશન પર જે પુનર્વિકાસ નું કામ થઈ રહ્યું છે તેને કારણે રેલવે સ્ટેશન ૨૧હજાર 832 વર્ગ મીટર જેટલું મોટું બની જશે.
આ રેલવે સ્ટેશન પર તમામ પ્રકારની સુવિધાઓ હશે જે વિદેશમાં જોવા મળે છે.