ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
શહેરમાં કોરોનાને કાબૂમાં રાખવા માટે મુંબઈ મહાપાલિકા વિવિધ કાર્યો કરી રહી છે ત્યારે મુંબઈમાં થતા કોરોનાના ટેસ્ટ અને તેના રિપૉર્ટ નકલી હોવાનો આક્ષેપ વડાલાના નગરસેવકે કર્યો હતો. જેમની સહાર પોલીસે ધરપકડ કરી હતી.
21મેના રોજ વડાલાના નગરસેવક સુફિયાના વાનુ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં કહ્યું હતું કે વાનુએ BMC દ્વારા થતા કોરોના ટેસ્ટ અને તેના રિપૉર્ટને ફ્રૉડ કહ્યા હતા. તેમના આ વ્યવહારથી BMCની છબી ખરાબ થઈ છે. કોવિડ રિપૉર્ટ પર અવિશ્વાસ વ્યક્ત કરવા બદલ અને કોરોનાની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવાના આરોપમાં વાનુ વિરુદ્ધ સહાર પોલીસે ધારા 188 અન્ય ધારા હેઠળ કેસ નોંધ્યો છે. આ બાબતે મંગળવારે વાનુની ધરપકડ થઈ હતી. જોકે તેમને પાંચ હજાર રૂપિયાના દંડ પર જામીન મળ્યા છે.
સુનીતા સાથે લગ્ન કર્યા બાદ પણ ગોવિંદાએ એને ગુપ્ત રાખ્યાં, આપ્યું આ કારણ; જાણો વિગત