ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
મુંબઈમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ જૂન મહિનામાં ફ્લાઈટમાં મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યામાં વધારો થયો છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ એરપોર્ટ પર જૂન મહિનામાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સહિત કુલ 8,258 ફ્લાઈટ મુવમેન્ટ જોવા મળી. ગયા વર્ષે જૂનમાં કુલ ફ્લાઇટ મૂવમેન્ટ 4,236 હતી.
આ રીતે, જૂન મહિનામાં મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ મૂવમેન્ટમાં 94.9 ટકાનો વધારો થયો છે.
જૂન મહિનામાં દેશના વિવિધ એરપોર્ટ પર કુલ 81,415 ફ્લાઇટ મૂવમેન્ટ થઈ. તેમાંથી 10.14 ટકા ફ્લાઇટ મૂવમેન્ટ માત્ર મુંબઇ એરપોર્ટ પર થઇ હતી.
જૂન મહિનામાં મુંબઈ એરપોર્ટ પર કુલ મુસાફરોની સંખ્યા 6,94,895 હતી. ગયા વર્ષે જૂનમાં તે 2,62,044 હતી.
આમ, જૂનમાં મુસાફરોની સંખ્યામાં 165.18 ટકાનો વધારો થયો હતો. આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા 61.4 ટકા અને ઘરેલુ 4.09 લાખ મુસાફરો એટલે કે 182.91 ટકા હતી.