ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી મુંબઈની 178 કોલેજ પ્રિન્સીપાલ વગર ચાલી રહી હોવાની ચોંકાવનારી વિગત રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ બહાર આવી છે.
રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બહાર આવેલી માહિતી મુજબ 808 કોલેજ મુંબઈ યુનિવર્સિટી હેઠળ નોંધાયેલી છે, તેમાથી 81 કોલેજમાં પ્રિન્સીપાલને બદલે ડાયરેક્ટરનુ પદ અસ્તિત્વમાં છે. 727માંથી 178 કોલેજ પ્રિન્સીપાલ વગરની છે. તો 23 કોલેજની માહિતી યુનિવર્સિટીના રેકોર્ડ પર નથી.
RTI મુજબ જે કોલેજમાં પ્રિન્સિપાલ જેવા મહત્વના પદ ખાલી છે અથવા પ્રભારીના હવાલે કોલેજ છે, તેમાં કે.જે. સોમૈયા, ઠાકૂર એજ્યુકેશન ટ્રસ્ટ, શહીદ કલાની મેમોરિયલ ટ્રસ્ટ, તલરેજા કોલેજ, વર્તક કોલેજ, બોમ્બે ફલાઈંગ કલબ મહાવિદ્યાલય, રામજી આસર કોલેજ, ગુરુનાનક વિદ્યક ભાંડુપ, શેઠ એનકેટીટી કોલેજ, જિતેન્દ્ર ચૌહાણ કોલેજ, મંજરા કોલેજ, રિઝવી કોલેજ, અકબર પિરભોય કોલેજ, સંઘવી કોલેજ, વિવેકાનંદ કોલેજ જેવી અનેક કોલેજના નામ તેમાં છે.