ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મુંબઈના અંધેરી(પૂર્વ)ના વોર્ડ નંબર 80ના ભાજપના નગરસેવક સુનીલ યાદવનું વહેલી સવારે મૃત્યુ થયું હતું. આજે બપોરના બે વાગે અંધેરીના પારસીવાડા સ્મશાનભૂમીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
હવામાન વિભાગની ચેતવણી, આગામી આટલા કલાક મુંબઈ અને ઉપનગરોમાં વરસાદ ચાલુ રહેશે; જાણો વિગતે
સુનીલ યાદવ લાંબા સમયથી બીમાર હતા. સારવાર દરમિયાન હોસ્પિટલમાં વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. સુનીલ યાદવ હાલ પાલિકાની આરોગ્ય સમિતિના સભ્ય હતા. 2018 થી 2020 સુધી બે વર્ષ માટે તેઓ કે-ઈસ્ટ પ્રભાવ સમિતિના અધ્યક્ષ રહ્યા હતા. સુધાર સમિતિમાં પણ તેઓ મેમ્બર રહી ચૂકયા હતા. 2017માં પહેલી વખત નગરસેવક તરીકે ચૂંટાયેલા સુનીલ યાદવ સ્થાનિક વિસ્તારમાં લોકપ્રિય હતા. અગાઉ આ વોર્ડમાંથી તેમના પત્ની સંધ્યા યાદવ નગરસેવિકા રહી ચૂક્યા છે.