Breaking News
  • ગુજરાતના કચ્છમાં ધરા ધ્રુજી, ધોળાવીરામાં અનુભવાયા ભૂકંપના આંચકા
  • અરે વાહ, પ્રાણીઓ માટે ભારતની પ્રથમ કોવિડ-19 રસી તૈયાર
  • શું 90 ના દાયકા ની આ હિટ જોડી ફરી એક સાથે કોમેડી ફિલ્મમાં જોવા મળશે?
  • શ્રીલંકા નાદારીના રસ્તે વિદેશી મુુદ્રા ભંડાર ખતમ થતાં સોનું વેચવાનું શરૂ કર્યું
  • ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો, આ ધારાસભ્ય છેડો ફાડયો

મુંબઈ શહેર

મુંબઈ મહાનગરપાલિકામાં નવા 9 વોર્ડના સમાવેશ કરવા સામે ભાજપે મૂકી હાઈકોર્ટમાં દોડ, જાણો વિગત

Dec, 8 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

બુધવાર.


આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મુંબઈમાં 9 નવા વોર્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેથી મુંબઈ મહાનગરપાલિકામાં હવે કુલ 236 નગરસેવક રહેશે. જોકે આ નિર્ણય સામે ભાજપના નગરસેવકો કોર્ટમાં ગયા છે.
ભાજપના નગરસેવક અભિજિત સામંત અને રાજશ્રી શિરવડકરે બુધવારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. ગુરુવારે તેના પર હાઇકોર્ટમાં સુનાવણી થવાની છે.

મુંબઈ મહાનગરપાલિકાની આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની છે. થોડા દિવસ પહેલા રાજ્યની કેબિનેટ બેઠકમાં મુંબઈ સહિત અમુક પાલિકાની બેઠકો વધારવા નો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે મુજબ મુંબઈ મહાનગરપાલિકામાં 9 નગરસેવકોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તેથી હવે કુલ નગરસેવકોની સંખ્યા 227થી વધીને 236 થશે.
મુંબઈની વધતી લોકસંખ્યા ના આધારે વોર્ડની સંખ્યા વધારવામાં આવી છે. મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રમાં 3.87 ટકા વસતી 2001થી 2011ની સાલ દરમિયાન વધી હતી. તે આધારે 2021 સુધીની લોકસંખ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડની સંખ્યા વધારવામાં આવી છે, તેની સામે ભાજપના નગરસેવકોએ હાઈ કોર્ટમાં અરજી કરી છે. 

 

સંકટ ટળ્યું! મુંબઈમાં કોરોનાગ્રસ્ત પ્રવાસીના સંપર્કમાં આવેલા આટલા લોકોના રિપોર્ટ નેગેટિવ; જાણો વિગતે


ભાજપના કહેવા મુજબ જનગણના કર્યા બાદ વોર્ડની સંખ્યા વધારવા બાબતે નિર્ણય લેવો જોઈતો હતો. કોરોનાને કારણે 2020માં જનગણના થઈ શકી નહોતી. પરંતુ 2011ની જનગણનાને ધ્યાનમાં રાખીને વોર્ડની સંખ્યા વધારવો અસંવૈધાનિક નિર્ણય હોવાનો દાવો ભાજપે કર્યો છે.

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )