ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
શિવસેના અને ભાજપ વચ્ચે નામકરણને લઈને ફરી તૂ-તૂ-મેં-મેં થઈ ગઈ છે. અગાઉ માનખુર્દ ઘાટકોપર લિંક રોડ પરના પુલના નામકરણને લઈને ચાલી રહેલો વિવાદ હવે બગીચાના નામ પર આવી ગયો છે. સમાજવાદી પાર્ટીએ દેવનારના બગીચાને ટિપુ સુલતાનનું નામ આપવાની માગણી પાલિકા પ્રશાસન સમક્ષ કરી છે, એને લઈને શિવસેના-ભાજપ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
ભાજપે ટિપુ સુલતાનના નામ માટે આપેલા બે જૂના પ્રસ્તાવ પર ફેરવિચારણા કરવાની માગણી કરી છે, તો ભાજપ ફક્ત રાજકારણ કરી રહ્યું છે, જ્યારે નામકરણ થયું ત્યારે ભાજપ ક્યાં હતું? એવા સવાલ શિવસેનાએ કર્યો છે. પૂરા વિવાદમાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે પણ ઝુકાવ્યું છે.
મુંબઈમાં આરે કૉલોનીના આ રસ્તાની થશે આટલા કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ; જાણો વિગત
2001માં અંધેરી (વેસ્ટ)ના ગિલબર્ટ હિલના રસ્તાને ટિપુ સુલતાનનું નામ આપવામાં આવ્યું છે, એ પ્રસ્તાવ પર તેમ જ 2013માં માનખુર્દના શિવાજી નગરના રસ્તાને ટિપુ સુલતાનનું નામ આપવાના પ્રસ્તાવ પર પાલિકાની સામાન્ય સભામાં ફરી વિચાર કરવાની માગણી ભાજપે મેયરને પત્ર લખીને કરી છે. એથી આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી સુધી વોટબૅન્કને લઈને ભાજપ-શિવસેના આ મુદ્દો ચગાવતાં રહે એવી શક્યતા છે.