ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 જૂન 2021
સોમવાર
બાંદ્રામાં કલાનગર પાસે બાંધવામાં આવેલા નવા ફ્લાયઓવરનું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પુલનું બાંધકામ મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટી દ્વારા કરવામાં આવ્યું છે.
આ નવા ફ્લાયઓવરને કારણે BKC જનારાઓને કલાનગર ટ્રાફિક જંક્શન પર થતા ભારે ટ્રાફિક જામની સમસ્યાથી રાહત થઈ રહશે. મુંબઈગરા બાંદરા-વરલી સી-લિન્કથી BKC જવા માગતા હોય એની માટે આ ટુ –વે ફ્લાયઓવર બહુ ઉપયોગી સાબિત થશે.
હજી ત્રીજા ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે, જે ધારાવી જંક્શનનથી સી-લિન્ક પર જતા ટ્રાફિક માટે રાહતરૂપ બની રહેશે. નવેમ્બરના અંત સુધીમાં આ ફ્લાયઓવરનું કામ પૂરું થશે.
કલાનગરના ટ્રાફિક જંક્શન પર રહેલા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે સરકારે અહીં 103.73 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ ફેલાયઓવર બાંધવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો, જેમાં આજે આ બીજા ફ્લાયઓવરને પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.