ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર.
મુંબઈના તમામ સરકારી અને મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કોવિડ વેક્સિનેશન સેન્ટર આવતી કાલે શુક્રવારે બંધ રાખવામાં આવવાનાં છે.
પાલિકાના કહેવા મુજબ શુક્રવારે દશેરા નિમિત્તે સાર્વજનિક રજા હોવાથી એક દિવસ વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. જોકે મુંબઈના પાલિકાના અને સરકારી વેક્સિનેશન સેન્ટર જ બંધ રહેશે. ખાનગી હૉસ્પિટલ પોતાની સગવડ મુજબ ચાલુ રાખશે.
એક તરફ ફેબ્રુઆરી સુધી મુંબઈમાં વેકિસનેશન ઝુંબેશ પૂરી કરવાનું આયોજન પાલિકા કરી રહી છે, તો બીજી તરફ વેક્સિનના અભાવે અનેક વખત સરકારી અને પાલિકાનાં વેક્સિનેશન સેન્ટર્સ બંધ રાખવામા આવતાં હોય છે, ત્યારે પાલિકા પાસે હાલ વેક્સિનનો પૂરતો સ્ટૉક હોવાથી નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. શનિવારે વેક્સિનેશન ઝુંબેશ ફરી ચાલુ કરવામાં આવશે એવું પાલિકાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.