News Continuous Bureau | Mumbai.
મીરા-ભાયંદર માં અજબ પ્રકાર બન્યો હતો, જેમાં એક મંડળે પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવતા મીરા-ભાયંદર પાલિકાએ કર વસૂલી માટે આખું મંદિર જ જપ્ત કરી લીધું હતું. પાલિકાના આવા વિચિત્ર પગલાથી જોકે ભક્તોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.
એક તરફ મોટા મોટા બિલ્ડરો, નેતા, હોટલ, ક્લબ વગેરે પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવનારા સામે ઢીલું વલણ રાખનારી મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ (BMC) કર વસૂલી માટે મંદિર જપ્ત કરી લીધું છે, તેનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : આર્થિક રીતે ખખડી ગયેલી BMC પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો લક્ષ્યાંક પૂરો કરવામાં નિષ્ફળ. ટેક્સ વસૂલવા માત્ર અઠવાડિયાનો સમય રહ્યો બાકી…. જાણો વિગતે
મીરા રોડમાં સેકટર પાંચમાં આવેલા સાઈ ધામ મંદિરને પાલિકાએ જપ્ત કરી લીધું છે. મંદિરની દેખરેખ રાખનારા શ્રી સાંઈ ગણેશ મિત્ર મંડળ પર 1,48,063 રૂપિયા બાકી હતી. મંદિરના પદાધિકારીઓના કહેવા મુજબ ધર્મસ્થળો પર ટેક્સ લગાવી નહીં શકાય એવો જીઆર છે, છતાં પાલિકાએ તેમના મંદિર પર ખોટી રીતે ટેક્સ ઠોકી દીધો હોવાનો દાવો મંડળે કર્યો હતો.