ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
કોરોનાને નિયંત્રણમાં રાખવા માસ્ક પહેરવો મુંબઈમાં અનિવાર્ય કરવામાં આવ્યું છે. છતાં લોકો માસ્ક વગર ફરતા હોય છે. આવા લોકોને સબક શિખવાડવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ક્લીન-અપ માર્શલ્સ તહેનાત કરવામાં આવ્યા છે. તેમનું કામ લોકો માસ્ક પહેરે છે કે નહીં એના પર નજર રાખવાનું છે. માસ્ક નહીં પહેરનારા પાસેથી નિયમ મુજબ 200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે. જોકે મોટા ભાગના પ્રકરણમાં આ ક્લીન-અપ માર્શલ્સ અને નાગરિકો વચ્ચે માસ્કને લઈને મારામારી સુધી વાત પહોંચી જતી હોય છે. હાલમાં જ જુહુમાં ક્લીન-અપ માર્શલ્સ અને એક યુવકની માસ્કને લઈને મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી વળ્યો હતો. જેમાં માસ્ક નહીં પહેનારા શખ્સને ક્લીન-અપ માર્શલ્સે 200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એને કારણે પેલો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો.
લૂંટો ભાઈ લૂંટો : આખું મુંબઈ ખાડાથી ભરેલું, પાલિકા હવે ખાડાને ભરવા વધુ ખર્ચ કરશે ૧૨ કરોડ
કલીન-અપ માર્શલે પણ માસ્ક પહેર્યો ન હોવાનું કહીને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી અને વાત મારપીટ સુધી આવી ગઈ હતી. એમાં અન્ય લોકો પણ ક્લીન-અપ માર્શલ્સને મારવા પહોંચી ગયા હતા. બંને વચ્ચે માસ્કને લઈને થયેલી બોલાચાલીમાં માસ્ક નહીં પહેરનારા શખ્સે કલીન-અપ માશર્લ્સને ભારે માર મારતાં તેને ભાગી છૂટવું પડ્યું હતું. આ પૂરા પ્રકરણ બાદ પાલિકાના કે-વેસ્ટ વિભાગ દ્વારા માસ્ક નહીં પહેરનારા શખ્સ વિરુદ્ધ ક્લીન-અપ માર્શલ્સની મારપીટ કરવા બદલ પોલીસમાં ગુનો પણ નોધવામાં આવ્યો છે.
માસ્ક ન પહેરવા બદલ લોકોને દંડ ફટકારનારા માર્શલ્સ પોતે માસ્ક નથી પહેરતા, લોકોએ તેમને રસ્તાની વચ્ચે ફટકારી નાખ્યા, જુઓ વીડિયો… #mumbai #covid19 #coronavirus #covidnorms #cleanupmarshal #facemask pic.twitter.com/R0UNufT9aQ
— news continuous (@NewsContinuous) September 15, 2021