ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. જોકે મૃત્યુનું પ્રમાણ ઘટવાને બદલે વધી રહ્યું છે. એથી મુંબઈ મહાનગરપાલિકાની ચિંતામાં વધારો થયો છે. ચાર દિવસમાં જ મુંબઈમાં 90 લોકોનાં મૃત્યુ થયાં હતાં. અચાનક મૃત્યુઆંક વધી જવાથી પાલિકાએ હવે મૃત્યુ પાછળના કારણનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો છે.
કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. એથી મૃત્યુઆંક પણ નીચે આવવાની શક્યતા હતી. જૂનમાં મૃત્યુમાં હળવો ઘટાડો જોવા મળ્યો હતો. મે મહિનામાં દૈનિક 53 મૃત્યુની સરેરાશ સાથે કુલ 1,657 મૃત્યુ નોંધાયાં હતાં. જૂનમાં મૃત્યુનું પ્રમાણ ઘટી ગયું હતું. જૂનના પહેલા પખવાડિયામાં દૈનિક સરેરાશ મૃત્યુ દર 22 હતો જે બીજા પખવાડિયામાં ઘટીને 15 થઈ ગયો હતો. જોકે છેલ્લા ચાર દિવસમાં અચાનક ફરી મૃત્યુનું પ્રમાણ વધી ગયું છે. 30 જૂનથી 3 જુલાઈ સુધીમાં શહેરમાં 94 મૃત્યુ થયાં હતાં.
ડોકટરોની સામે એક નવી સમસ્યા ; મુંબઈમાં બ્લેક ફંગસ બાદ હવે નવા રોગની દસ્તક, શહેરમાં નોંધાયા આટલા કેસ
એનાથી ચિંતિત પાલિકાએ જોકે હવે આ પાછળનું કારણ જાણવાની છે. એ માટે ચાર દિવસમાં થયેલાં મૃત્યુનાં કારણોનું વિશ્લેષણ કરવાની છે.