ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
મલાડના એવરશાઇન નગરમાં મોટો હોબાળો થયો હતો. શુક્રવારે સવારે મહાનગરપાલિકાના અધિકારીઓ અચાનક હથોળો લઈ એક બિલ્ડિંગમાં પહોચ્યા હતા અને ઇમારતના તોડકામની કાર્યવાહી શરૂ કરી હતી. વાત એમ છે કે મહાનગરપાલિકાએ નોટિસ આપી અને ત્યાર બાદ ડિમોલેશનનું કામ શરૂ કર્યું હતું, પરંતુ સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે તેમને વધુ સમય આપવામાં આવ્યો ન હતો. જોકે આ કાર્યવાહી પાલિકા પ્રમાણે કાયદાને અનુરૂપ છે.
મૂળભૂત રીતે સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે બિલ્ડિંગના ડિમોલિશનની નોટિસ તેમનાથી છુપાવવામાં આવી હતી. અહીં બે બિલ્ડરો વચ્ચે ઘમસાણ છે. એક બિલ્ડર બિલ્ડિંગને તોડવા માગે છે, જ્યારે બીજો બિલ્ડર એની વિરુદ્ધ છે અને આવો જ મતભેદ બિલ્ડિંગની કમિટી અને મેમ્બરોમાં પણ છે. મૉડર્ન ઉષા કૉલોનીના સાત વિંગમાંથી પાંચ વિંગને પાલિકાએ સી૧ની કૅટૅગરીમાં મૂક્યાં હતાં અને ૨૫૬ મેમ્બરમાંથી માત્ર ૧૦ મેમ્બરો જ હાલ ત્યાં વસવાટ કરે છે.
અહીંના એક મેમ્બર દિનેશ ગાંધીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે “અમને અંધારામાં રખાયા હતા અને અમારો સામાન પણ બહાર કાઢવાનો સમય આપવામાં આવ્યો નથી. બીએમસીએ સમાન સહિત તોડકામ શરૂ કરી દીધું છે.” કાયદાકીય રીતે યોગ્ય છતાં આમ અચાનક આ તોડકામ શરૂ થતાં રહેવાસીઓને માથેથી ધોળે દિવસે ઘરની છત્રછાયા જતી રહી છે. તેથી તેમની હાલાકીનો પાર નથી.
મલાડના એવરશાઇન નગરમાં મોટું ધીંગાણું, મુંબઈ મહાનગરપાલિકા સાત બિલ્ડિંગ ડિમોલેશન કરવા આવી. જાણો વિગત#Malad #EvershineNagar #BMC #Demolition pic.twitter.com/qvxiM81Mdb
— news continuous (@NewsContinuous) July 9, 2021