ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
કરી રોડ રેલવે સ્ટેશન પાસે આવેલા ગ્રાઉન્ડ પ્લસ 60 માળાના વન અવિધ્ન પાર્કની આગની દુર્ઘટનામાં 30 વર્ષનો સિક્યૉરિટી ગાર્ડનો ભોગ લેવાયો હતો. 19મા માળે લાગેલી આગ ઉપરના પાંચ માળા સુધી ફેલાઈ ગઈ હતી. સદનસીબે આગમાં લગભગ 26 જેટલા રહેવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આગની ભીષણ દુર્ઘટના બાદ પાલિકા કમિશનર ઇકબાલ સિંહે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે પૂરા બનાવનો અહેવાલ લીધો હતો. તેમ જ આ બિલ્ડિંગનું ફાયર ઑડિટ થયું હતું કે નહીં એની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તેમ જ ફાયર સેફટી સિસ્ટમ બરોબર કામ કરતી ન હોવાનો આરોપ થઈ રહ્યો છે. એથી આ સિસ્ટમ પણ બરોબર કામ કરતી હતી કે નહીં? એની પણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. બિલ્ડિંગના રહેવાસીઓએ તેમને બે વર્ષથી પાણી મળતું ન હોવાની ફરિયાદ કરી હતી. એથી આ ઇમારતને ઑક્યુપેશન સર્ટિફિકેટ મળ્યું હતું કે નહીં એની પણ તપાસ કરવાનો આદેશ કમિશનરે આપ્યો હતો. પૂરા પ્રકરણની તપાસમાં દોષી સામે આકરાં પગલાં લેવામાં આવશે એવું પણ તેમણે કહ્યું હતું.
બીએમસી નું બુલડોઝર ચાલ્યું દેધનાધન : ગોરેગાવ – મુલુંડ લીંકરોડ પરની અડચણ દૂર થઈ.