ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૧ મે ૨૦૨૧
સોમવાર
આખરે જે આ દેશની કાગડોળે રાહ જોવાઇ રહી હતી તે આદેશ મુંબઈ મહાનગર પાલિકાએ જાહેર કરી દીધો છે. આ આદેશ મુજબ નિમ્નલિખિત રીતે દુકાનો ચાલુ રહેશે.
૧. તમામ અતિ આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સવારે સાત થી બપોરે બે વાગ્યા સુધી ચાલુ રહેશે
૨. અતિ આવશ્યક સિવાયની અન્ય તમામ દુકાનો સવારે સાત થી બપોરે બે વાગ્યા સુધી ચાલુ રહેશે પરંતુ તે શરતોને આધીન છે.
પહેલી શરત – સોમવાર, બુધવાર અને શુક્રવાર રસ્તાની જમણી તરફની દુકાનો ચાલુ રહેશે. જ્યારે કે રસ્તાની ડાબી તરફ ની દુકાનો મંગળવાર અને ગુરુવારે ચાલુ રહેશે.
બીજી શરત – બીજા સપ્તાહે ડાબી તરફની દુકાનો સોમવાર તેમજ બુધવાર અને શુક્રવારના દિવસે ચાલુ રહેશે જ્યારે કે રસ્તાની જમણી તરફની દુકાનો મંગળવારે અને ગુરુવારે ચાલુ રહેશે.
ત્રીજી શરત – શનિવાર અને રવિવારના દિવસે તમામ દુકાનો બંધ રહેશે.
આ આદેશ આગામી આદેશ સુધી લાગુ રહેશે.
ઓર્ડર કોપી તમે જાતે વાંચી લો.