News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ની હદમાં આવેલી દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ નામના બોર્ડ મરાઠી(Shop name board in Marathi)માં દેવનાગરી લિપિમાં લખવાની મુદત આખરે વધારી આપવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકા(BMC) એ કરી છે. હવે 30 સપ્ટેમ્બર, 2022 સુધીની મુદત માં બોર્ડ વધારી આપવામાં આવી છે. ત્યાર બાદ પણ જો મરાઠીમાં નામ નહીં કર્યા તો આકરા પગલાં લેવાની ચેતવણી પાલિકાએ આપી છે.
પાલિકાના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ખાતાએ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ ના નામ મરાઠીમાં દેવનાગરી લિપિમાં લખવા માટે અગાઉ 30 જૂન, 2022 સુધીની મુદત વધારી આપી હતી. જોકે મુંબઈના વેપારી વર્ગ, હોટલ અસોસિયેશનો(Hotel association)એ આ મુદત વધારી આપવાની સતત માગણી પાલિકા કમિશનર ઈકબાલ સિંહ(BMC Commissioner Igbal singh Chahal) સમક્ષ કરી રહ્યા હતા. તેથી ભારે ચર્ચા બાદ આખરે પાલિકા પ્રશાસને 3 મહિનાની મુદત વધારી આપવાનો નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : ભાજપ અને શિવસેનાના નેતાઓની ધડકન તેજ થઈ ગઈ- નવી કેબિનેટ હવે આ તારીખ પછી બનશે
મહારાષ્ટ્ર સરકારે 17 માર્ચ, 2022માં બહાર પાડેલા જીઆર મુજબ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં તમામ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ ના નામ દેવનાગરી લિપિમાં મોટા અક્ષરે લખવા જરૂરી છે. બીજી ભાષા કરતા પહેલા મરાઠીમા તે પણ વંચાય તેવા અક્ષરે નામ રાખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. પાલકાએ પણ તે મુજબ મુંબઈમાં તેનો અમલ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે બોર્ડના નામ બદલવા માટે મુદત ઓછી, કારીગર ઓછા તેમ જ ચોમાસાનો સમય હોવા જેવી સમસ્યાને વેપારી વર્ગ દ્વારા રજૂઆત કરવામાં આવતા પ્રશાસને તેમની માગણીનો સ્વીકાર કર્યો છે.