ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, ૨૦૨૨
મંગળવાર.
સોમવારે મુંબઈ મહાનગરપાલિકાની વોર્ડની પુનર્રચનાના ડ્રાફ્ટ પર સલાહ અને વાંધો નોંધાવાનો છેલ્લો દિવસ હતો અને એક જ દિવસમાં ૪૫૪ સૂચનો અને વાંધા આવ્યા હતા. તો છેલ્લા 15 દિવસમાં વોર્ડની પુનર્રચના પર કુલ ૮૦૦ સૂચના અને વાંધા નોંધાયા છે.
આ અગાઉ ૨૦૧૭ની સાલમાં વોર્ડની પુનર્રચના કરવામાં આવી હતી ત્યારે તેના પર,૬૧૩ સૂચનો અને વાંધા આવ્યા હતા. સૌથી વધુ વાંધા અને સૂચનો અંધેરી જોગેશ્ર્વરી (પૂર્વ)માં ૮૫ આવ્યા છે. જયારે કોલાબા, ફોર્ટ પરિસરમાં કોઈને સૂચન આપ્યા નથી.
મહારાષ્ટ્ર સરકારે મુંબઈમા વોર્ડની સંખ્યા ૨૨૭ પરથી વધારીને ૨૩૬ કરી નાખી છે. તમામ વોર્ડની નવેસરથી સિમાંકન કરવામાં આવ્યું છે. સિમાંકનના ડ્રાફ્ટ પર પહેલી ફેબ્રુઆરીથી પાલિકાએ સૂચના અને વાંધા મંગાવ્યા હતા.
સોમવારે છેલ્લા દિવસે એક જ દિવસમાં સાંજના છ વાગ્યા સુધીમાં ૪૫૪ સૂચનો અને વાંધા લોકોએ નોંધાવ્યા હતા.
મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, આટલા લોકોના ઘટનાસ્થળે જ નિપજ્યા મોત
આ સૂચના અને વાંધા ૨૨ ફેબ્રુઆરીના ચૂંટણી પંચે નીમેલી સમિતિ સમક્ષ રાખવામાં આવશે. તેના પર સુનાવણી થશે અને બે માર્ચના ચૂંટણી પંચને તેનો અહેવાલ સોંપાશે.
મુંબઈ મહાનગરપાલિકાની મુદત ૮ માર્ચના પૂરી થાય છે. તેથી આ ચૂંટણી ૮ માર્ચ પહેલા થવી આવશ્યક હતી. જોકે મુંબઈમાં કોરોનાને પગલે મુલતવી રાખવામાં આવી છે, જે હવે એપ્રિલમાં થવાની શક્યતા છે.
સોમવાર સુધીમાં કુલ 800 સૂચનો આવ્યા હતા, તેમાં સૌથી વધુ અંધેરી, જોગેશ્ર્વરી(પૂર્વ)માં- ૮૫ આવી હતી. બીજા નંબરે દેવનાર ગોવંડીમાં- ૮૪, ઘાટકોપરમાં ૭૯, કાંદિવલીમાં ૭૬ અને કુર્લા-૬૩ લોકો આગળ આવ્યા હતા.