News Continuous Bureau | Mumbai
મુંબઈ મેટ્રોએ 2023થી પ્રોપર્ટી ટેક્સના લગભગ 117 કરોડ રૂપિયા ચૂકવ્યા ન હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ પાલિકાના કે-પૂર્વ અને કે-પશ્ચિમ વોર્ડ દ્વારા મુંબઈ મેટ્રોની સંબંધિત મિલકત પર જપ્તીની નોટિસ મોકલવામાં આવી છે. કે-પૂર્વ વોર્ડની હદમાં છ તો કે-પશ્ચિમ વોર્ડની હદમાં પાંચ મિલકતનો સમાવેશ થાય છે, જેમાં આઠ મેટ્રો રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.
જકાત બંધ થયા બાદ ગુડ્સ સર્વિસ ટેક્સ(જીએસટી) અમલમાં આવ્યા બાદ પાલિકાની મોટાભાગની આવક પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી થાય છે. પાલિકાએ પોતાની આવક વધારવા પ્રોપર્ટી ટેક્સની વસૂલી પર ધ્યાન આપી રહી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારી સંસ્થા, કંપની અને વ્યક્તિઓ પ્રોપર્ટી જપ્ત કરવાની નોટિસ મોકલવામાં આવતી હોય છે.
એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ મુંબઈ મેટ્રોએ 2013થી અત્યાર સુધી 117 કરડો 62 લાખ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવ્યો નથી. લગભગ 11 માલમત્તા પરનો ટેક્સ ભરવા માટે પાલિકાએ તેમને ગુરુવારે નોટિસ મોકલી હતી.
આ સમાચાર પણ વાંચો : યાત્રી કૃપયા ધ્યાન દે.. હોળીમાં પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા વેસ્ટર્ન રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન… જાણો વિગતે
નોટિસ મોકલેલી માલમત્તામાં આઝાદનગર મેટ્રો સ્ટેશન, ડી.એન.નગર મેટ્રો સ્ટેશન, વર્સોવા મેટ્રો સ્ટેશન, એલઆઈસી અંધેરી મેટ્રો સ્ટેશન, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે મેટ્રો સ્ટેશન, જે.બી.નગર મેટ્રો સ્ટેશન. એરપોર્ટ મેટ્રો સ્ટેશન, મરોલ મેટ્રો સ્ટેશન જેવા સ્ટેશનોનો સમાવેશ હોવાનું માનવામાં આવે છે.
પાલિકાએ નોટિસ મોકલેલી નોટિસ મુજબ 21 દિવસમાં ટેક્સ ભરવાનો રહેશે અન્યથા મિલકતનો પાણી પુરવઠો ખંડિત કરવામાં આવશે ત્યારબાદ પણ ટેક્સ નહીં ભર્યો તો સ્યુએજ લાઈનનો કનેકશન કાપી નાખવામાં આવશે અને છેવટે મિલકત જપ્ત કરીને તેની લિલામી કરવામાં આવશે.