ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
મુંબઈના પૂર્વ ઉપગરમાં પાણી પુરવઠામાં સુધારણા કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા બે અંડરગ્રાઉન્ડ ટનલ
બાંધી રહી છે, જેમાં ઘાટકોપર, અમર મહેલથી ટ્રોમ્બે અને અમરમહેલથી પરેલ વોટર ટનલ આ પ્રોજેક્ટ હેઠળ સળંગ બીજા મહિનામાં પાલિકાએ વિક્રમી કામગીરી પાર પાડી છે.
અમલમહેલથી પરેલ વચ્ચેની વોટર ટનલનું 605 મીટરનું ખોદકામ પૂરું કર્યું છે. આ અગાઉ ગયા મહિને અમલ મહેલથી ટ્રોમ્બે વોટર ટનલના કામ માટે મહિનામાં 653 મીટરનું ખોદકામ કર્યું હતું.
ડિસેમ્બર 2021માં 526 મીટરનું ખોદકામ પુરુ કર્યા બાદ અમરમહેલથી પરેલ વોટર ટનલના કામમાં જાન્યુઆરી 2022મા 605 મીટરનું ખોદકામ કરવામા આવ્યું છે.
દહીસર અને બોરીવલીમાં આજે પણ આ કારણથી પાણીના ધાંધિયા, જાણો વિગત
પાણી પુરવઠો પ્રોજેક્ટ ખાતા દ્વારા અંડરગ્રાઉન્ડ ટનલનું કામ પાલિકા કરી રહી છે. અમર મહેલથી ટ્રોમ્બે આ બીજી ટનલના કામમાં જાન્યુઆરી 2022માં 653 મીટરનું ખોદકામ કરતા સમયે એક જ દિવસમાં 40 મીટર કરતા વધુ ખોદકામની કામગીરી એક જ અઠવાડિયામાં બે વખત પાલિકાએ કરી બતાવી હતી. આ રૂટ પર 3.10 કિલોમીટર એટલે કે 58 ટકા કામ પૂરું થઈ ગયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ બે અંડરગ્રાઉન્ડ ટનલના કામમાં અમર મહેલથી ટ્રોમ્બે હાઈરાઈઝ રિઝવિયર સુધી જનારી 5.52 કિલોમીટરની ટનલ બાદ ગોવંડી, માનખુર્દ, ચેમ્બુરમાં પાણી પુરવઠા માં સુધારણા થશે. તો અમર મહેલથી પરેલ વચ્ચેની 9.68 કિલોમીટરની ટનલને કારણે સાયન, માટુંગા, વડાલા, પરેલ અને ભાયખલા, કુર્લામાં પાણી પુરવઠા માં સુધારણા થશે.