મુંબઈ શહેર

ચોંકાવનાર જાણકારી : 20% મુંબઈ ઘરની ચાર દીવાલોમાં કેદ થયું. આટલી હજાર ઇમારતો બંધ. જાણો વિગત

Apr, 8 2021


 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 8 એપ્રિલ 2021

ગુરૂવાર

મુંબઈમાં કોરોના ના દર્દીઓની સંખ્યા દરરોજ દસ હજાર ના હિસાબે વધતી જાય છે. જેને કારણે મુંબઈ શહેરમાં ભારે ચિંતાનું વાતાવરણ છે. હાલ મુંબઈમાં 10,169 પ્રતિબંધિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 740 ઇમારતો અને 9,429 ઈમારતોના માળ છે. આ વિસ્તારમાં કુલ ૨૦ લાખ લોકો રહે છે.

એટલે કે મુંબઈ શહેરની એક કરોડની વસ્તીમાંથી 20 લાખ વસ્તી અત્યારે પૂરી રીતે સીલ વિસ્તારમાં છે. જેઓ પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી. જે આખે આખી ઇમારતો બંધ કરવામાં આવી છે તેમાં લગભગ ૫ લાખ લોકો રહે છે જ્યારે કે જેટલા માળ સીલ કરવામાં આવ્યા છે તેમાં અંદાજે ૧૩ લાખ લોકો રહે છે. આ સિવાય છે.અન્ય વિસ્તારો પણ સીલ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારનું નાક કપાયું : સચિન વઝે નો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ. બે કરોડ રૂપિયા માંગ્યા હતા મંત્રીએ...

Leave Comments