ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
કોવિડ-19 પ્રતિરોધક વૅક્સિનને કારણે મુંબઈમાં કોરોનાને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી હોવાનું કહેવાય છે. એથી મુંબઈમાં આવતા વર્ષના ફેબ્રુઆરી સુધીમાં વેક્સિન લેવાને પાત્ર ધરાવતા તમામ લોકોને વેક્સિનના બંને ડોઝ આપી દેવાનો નિર્ધાર મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે. એ માટે મુંબઈમાં જેમણે હજી સુધી વેક્સિન લીધી નથી, તેવા લોકોને શોધીને તેમને ઑન ધ સ્પૉટ વેકિસન આપવા માટે પાલિકાએ ફરતી મોબાઇલ વેક્સિનેશન વેનની યોજનાને અલમમાં મૂકી છે. એમાં અંધેરીથી સાંતાક્રુઝ (વેસ્ટ), માહિમ, દાદર અને ધારાવીમાં આ ફરતી મોબાઇલ વેક્સિનેશન વેને પોતાની કામગીરી ચાલુ કરી દીધી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેશની આ સૌથી મોટી બેન્કને ઠોક્યો એક કરોડ રૂપિયાનો દંડ, જાણો વિગતે
આ મોબાઇલ વેન ઝૂંપડપટ્ટી તેમ જ જે સ્થળે ભીડ વધુ થતી હોય એવાં સાર્વજનિક સ્થળો, બજાર, હાઉસિંગ સોસાયટી વગેરે સ્થળો પર પહોંચીને લોકોને વેક્સિન આપશે. હાલ K-વેસ્ટ અને G-નૉર્થ વૉર્ડમાં ટ્રાયલ ચાલી રહી છે. આગામી દિવસમાં મુંબઈના બીજા વિસ્તારોમાં પણ વેકિસન માટે મોબાઇલ વેન ચાલુ કરવામાં આવવાની છે.
મુંબઈમાં 15 જાન્યુઆરી, 2021થી વેક્સિનેશન ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે, જે હેઠળ 18 વર્ષથી ઉપરના 95 લાખ લોકોને વેક્સિન આપવામાં આવવાની છે. એમાંથી અત્યાર સુધીમાં 97 ટકા નાગરિકોએ વેક્સિનનો પહેલો ડોઝ અને 55 ટકા નાગરિકોએ બંને ડોઝ લઈ લીધા છે.