મુંબઈ શહેર

મુંબઈ શહેર સંદર્ભે મોટો નિર્ણય : તમામ રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની વેચનાર જગ્યાના માલિકોને આ પગલું તત્કાળ લેવું પડશે. 

Mar, 6 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

06 માર્ચ 2021

મુંબઈ શહેરના અંધેરી વિસ્તારમાં એક જ રેસ્ટોરન્ટના 10 કર્મચારીઓને કોરોના લાગુ પડતા. તેમજ મુંબઈ અમદાવાદ રોડ ઉપર આવેલી બે પ્રસિદ્ધ હોટલોમાં કોરોના ના દર્દી મળી આવતા મુંબઈ મહાનગરપાલિકાએ એક મોટો નિર્ણય કર્યો છે. મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે મુંબઈ શહેરની હદમાં આવેલી તમામ રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણી વેચનાર તમામ જગ્યા ના માલિકોએ ત્યાં કામ કરી રહેલા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરાવવા પડશે.

આ ટેસ્ટ કરાવ્યા પછી તેનો રિપોર્ટ એક ફાઈલ બનાવીને સાચવીને રાખવો પડશે. તદુપરાંત મુંબઈ મહાનગરપાલિકા ગમે ત્યારે આકસ્મિક રીતે ચેકિંગ માટે આવશે તે સમયે આ પુરો રેકોર્ડ દેખાડવો પડશે. 

હાઉસિંગ સોસાયટીઓ સાવધાન : આ તારીખ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ નહી ભરો તો આટલો દંડ લાગશે, મુંબઈ મહાનગર પાલિકાનું કડક વલણ
મુંબઈ મહાનગરપાલિકાએ એક સ્પેશિયલ ટીમ બનાવી છે જે આ વસ્તુ ઉપર ધ્યાન રાખશે. વાત એમ છે કે રેસ્ટોરન્ટ એ હોટસ્પોટ છે. અહીં અનેક લોકો આવાગમન કરે છે જેથી આ જગ્યાએ થી કોરોના ઝડપથી ફેલાઈ શકે છે. 

કાંદિવલીમાં મુંબઈ મહાનગરપાલિકાનો ધડાકો : 70 લોકોને 48 કલાકમાં ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી. વધુ લોકોને પણ નોટિસ આપવામાં આવશે. જાણો વિગત.
આમ મુંબઈ શહેરવાસીઓ ના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ કડક નિર્ણય લીધો છે.

Leave Comments