News Continuous Bureau | Mumbai
મુંબઈમાં ખુલ્લા મેનહોલના જોખમને ધ્યાનમાં રાખીને BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે ચોમાસા દરમિયાન નિયમિત મૅનહૉલ નિયમિત તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતા હોય છે. તેથી અનેક વખતે લોકો પાણીનો નિકાલ કરવા રસ્તા પર રહેલા મૅનહૉલનાં ઢાંકણાં ખોલી નાખતા હોય છે. રસ્તા પરના ખુલ્લા મેનહોલમાં પડી જવાનું જોખમ હોય છે. અગાઉ મેનહોલ પડી જવાની અનેક દુર્ઘટના બની છે, તેથી આવી દુર્ઘટનાને ટાળવા માટે મેનહોલમાં જાળીઓ બેસાડવાનું કામ ચાલી રહ્યું છે. તેમાં સમય લાગવાનો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના રસ્તા પરથી કાટમાળ નહીં હટાવનારી કંપનીનું આવું બનશે, નોંધાશે સીધી એફઆઈઆર; જાણો વિગત
જોકે આ દરમિયાન ચોમાસામાં લોકો મેનહોલ ખોલીને રાખી ના દે તે માટે વખતોવખત મેનહોલની તપાસ કરવાનો આદેશ કમિશનરે આપ્યો છે. મુંબઈના તમામ ૨૪ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર સ્તર પર આ કાર્યવાહી કરવાની રહેશે.