ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
કાંદિવલી પશ્ચિમમાં હિરાનંદાની હેરિટેજ હાઉસિંગ સોસાયટીમાં બનાવટી રસીકરણમાં છેતારાયેલા નાગરિકોને બીએમસી દ્વારા આવતી કાલે રસી મુકવામાં આવશે. આ માટે શનિવાર કાંદિવલી પશ્ચિમમાં મહાવીર નગર વિસ્તારમાં એમેનિટી માર્કેટ મ્યુનિસિપલ રસીકરણ કેન્દ્ર ખાતે સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન, પાલિકાને મુંબઈમાં અત્યાર સુધીમાં થયેલા 9 બનાવટી રસીકરણમાં કેસમાં છેતરાયેલા લોકોની યાદી પોલીસ પાસેથી મળી છે.
પોલીસને તપાસ દરમિયાન મળેલી માહિતીને આધારે શંકાસ્પદ નાગરિકોની સૂચિ પોલીસ દ્વારા મ્યુનિસિપલ વહીવટને સોંપવામાં આવી છે. આ નાગરિકોની માહિતી કોવિન વેબસાઇટ પર મોબાઈલ નંબરના આધારે મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા ચકાસવામાં આવી રહી છે. નકલી અને અનધિકૃત રીતે ખાનગી સ્તરે રસી અપાયેલા આ તમામ નાગરિકોને યોગ્ય રસી પૂરી પાડવાની જરૂર છે તેથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી જરૂરી મંજૂરી પણ માંગવામાં આવી છે.
BSE પર લૉન્ચ થયાSUFI સ્ટીલ બિલેટ્સના ફ્યુચર્સ-કૉન્ટ્રૅક્ટ; જાણો કઈ રીતે સ્ટીલ ક્ષેત્રને થશે ફાયદો
ઉલ્લેખનીય છે કાંદિવલીની હિરાનંદાની સોસાયટી દ્વારા 30 મે, 2021ના રોજ ખાનગી રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પાછળથી બહાર આવ્યું હતું કે આ રસી નકલી અને અનધિકૃત રીતે કરવામાં આવી હતી. આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે પણ તપાસ શરૂ કરી છે.