ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જુલાઈ 2021
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકા બર્થ અને ડેડ સર્ટિફિકેટ, લાઇસન્સ તેમ જ મૅરેજ સર્ટિફિકેટ વગેરે ઑનલાઇન ઉપલ્બ કરી આપે છે. જોકે આગામી 12 દિવસ લોકોને આ સર્ટિફિકેટ મેળવવા માટે ફાંફાં મારવાં પડવાનાં છે. મુંબઈ મહાનગરપાલિકા પોતાનું ઑનલાઇન સેપ સૉફ્ટવેર અપડેટ કરે છે. એને પગલે 9 જુલાઈના રાતના 8 વાગ્યાથી 21 જુલાઈ, 2021ના રાતના 8 વાગ્યા સુધી આ સિસ્ટમ બંધ રહેશે. એથી આ 12 દિવસ કોઈ પ્રકારના સર્ટિફિકેટ પાલિકા ઇશ્યૂ કરશે નહીં, પરંતુ પ્રૉપર્ટી ટૅક્સ, વીજળીના બિલ, પાણીના બિલ ભરી શકાશે. એ સિવાય બિલ્ડિંગના બાંધકામને લઈને ઑનલાઇન મંજૂરી પણ મેળવી શકાશે.
સાવધાન!!! મુંબઈ અને આસપાસના વિસ્તારમાં આ તારીખે વરસાદ માટે યલો એલર્ટ જાહેર.
પ્રૉપટી ટૅક્સ http://ptaxportal.mcgm.gov.in વેબસાઇટ પર તો પાણીના બિલ ભરવા માટે અહીં http://acqaptax.mcgm.gov.in . ક્લિક કરીને ભરી શકાશે. બાંધકામ માટે ઑનલાઇન https:/autodcr.mcgm.gov.in આ વેબસાઇટ પરથી મંજૂરી મેળવી શકાશે.