News Continuous Bureau | Mumbai
મુંબઈમાં જંબો કોવિડ સેન્ટર અને કોવિડ સેન્ટર ઊભા કરવામાં થયેલા ખર્ચા તથા સ્થાયી સમિતિ અધ્યક્ષની માલમત્તાના સંદર્ભમાં ઈન્કમટેક્સ ડિપાટર્મેન્ટે મુંબઈ મહાનગરપાલિકા પાસેથી માહિતી માંગી છે. તેથી પાલિકાના મોટાભાગના તમામ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ તેને લગતી માહિતી ભેગી કરવાના કામમાં લાગી ગયા છે.
કોવિડ સમયગાળામાં જંબો કોવિડ સેન્ટર અને કોવિડ સેન્ટર ઉભા કરવા માટે અને તેની માટે કરવામાં આવેલી ખરીદીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ભાજપે ફરિયાદ કરી હતી. ભૂતપૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ યશંવત જાધવની મિલિકતને લઈને પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ પાડી તમામ માહિતી મંગાવી છે.
આ સમાચાર પણ વાંચો : ખાનગી એપ સંચાલિત ટેક્સીવાળાઓની દાદાગીરી થશે બંધ, બોમ્બે હાઈકોર્ટે આપ્યો આ આદેશ… જાણો વિગતે
તેથી કોવિડ સમયગાળા સહિત 2018થી અત્યાર સુધી કરેલા વિકાસ કામ તેમ જ કોવિડ સેન્ટર માટે ખરીદેલા કરેલા કામને લગતી તમામ માહિતી પાલિકાના 24 વોર્ડ સહિત પાલિકા દરેક વિભાગ મારફત ભેગી કરવામાં આવી રહી છે. આ કામમાં મોટાભાગના કર્મચારીઓને લગાવી દેવામાં આવ્યા છે. યશવંત જાધવની મિલકતની તપાસ કર્યા બાદ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને પણ નોટિસ મોકલી 2018થી અત્યાર સુધી મંજુર કરેલા કામની માહિતી મંગાવી છે.
જે કોન્ટ્રાક્ટરોને પહેલી એપ્રિલ 2018થી બે માર્ચ 2022 સુધીના સમયગાળામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, તે સંદર્ભમાં પણ ઈન્કમટેક્સ ખાતાએ માહિતી મંગાવી છે. તેથી કમિશનરના આદેશ બાદ પાલિકાના સેક્રેટરીય ખાતા, એકાઉન્ટ્સ ખાતાથી લઈને તમામ ખાતાઓ દ્વારા કામ ચાલુ કરી દેવામાં આવ્યા છે.