ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુંબઈ શહેરમાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ખુલ્લી જગ્યાઓ નથી. બાળકો રમી શકે, ખુલ્લામાં શ્વાસ લઈ શકે તેવા ઠેકાણા ઘટી રહ્યા છે. ભાયખલા અને અગ્રીપાડા જેવા વિસ્તારોમાં બાળકો માટે રમવાની કોઇ જગ્યા જ નથી. તેથી હવે મુંબઈ સેન્ટ્રલ નજીક અગ્રી પાડામાં બાળકો માટે પાલિકા પાર્ક બનાવશે. આ પાર્ક મુંબઈનું પ્રથમ બેબી ગાર્ડન હશે.
બેબી ગાર્ડન માટેનું પાલિકાનું ટેન્ડર અંતિમ ચરણમાં છે. આ પાર્કમાં ૨.૪૯ લાખ કરોડ રૂપિયા ખર્ચાશે. મંજૂરી મળ્યા બાદ દોઢ વર્ષની અંદર ગાર્ડન તૈયાર થઈ જશે.
રોડ ટ્રાન્સપોર્ટ માટે મોટા સમાચાર : ઓઇલ ઢોળાવાને કારણે આ માર્ગ જામ થયો. બેસ્ટ એ પોતાની બસ બંધ કરી.
ગાર્ડનનું સ્વરૂપ આવું હશે
– બાળકો માટે આકર્ષક વૃક્ષો લગાવવામાં આવશે.
– બાળકો, યુવાનો અને વૃદ્ધો માટે વ્યાયામ શાળા રહેશે.
– પાર્કમાં શિશુઓને સ્તનપાન કરાવવા માટે અલગ રૂમ બનાવાશે.
– પેવર બ્લોકને બદલે રફ કોટા લાદી અથવા જેસલમેરના પથ્થરો લગાવવામાં આવશે. જેથી લપસવાનું ટળી શકે.
– એક યોગા કેન્દ્ર પણ હશે, બાળકો માટે આકર્ષક લાઇટિંગ, સુરક્ષા જાળીની સાથે સ્વચ્છતાગૃહ પણ બનાવવામાં આવશે.