ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧
શનિવાર
કોરોનાના કપરા કાળ વચ્ચે પણ ઘણી સંસ્થાઓ વિવિધ સેવાકાર્યો કરી રહી છે. આવી જ એક સંસ્થા છે ‘મિશન ગ્રીન મુંબઈ’ જે મુંબઈ અને મહારાષ્ટ્ર ઉપરાંત પર્યાવરણના જતન માટે અનેક કર્યો કરે છે. આ સંસ્થાએ ફરી એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ વખતે BMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટ સાથે મળી ‘જલશક્તિ અભિયાન’ અને ‘માઝી વસુંધરા’ અભિયાન અંતર્ગત હવે લોકોને રેઇન વૉટર હાર્વેસ્ટિંગ શીખનવાનું શરૂ કર્યું છે.
આ અભિયાન અંતર્ગત પર્યાવરણપ્રેમી સુભાજિત મુખર્જીએ BMCના ગાર્ડન વિભાગ સાથે આ પ્રયોગ કર્યો છે. દરેક ઘરે/સોસાયટીમાં વરસાદના પાણીના નિયોજન માટે ડ્રેનેજ સિસ્ટમ હોય જ છે, પરંતુ એમાં નીચે સિમેન્ટ અથવા કોન્ક્રીટનું લેયર હોવાથી પાણી જમીનમાં જઈ શકાતું નથી. જેણે કારણે ભૂજળનું પ્રમાણ ઘટે છે. જમીન વધુ ગરમ થાય છે અને ઘણીવાર જળ ભરાવ પણ થાય છે. આજુબાજુના ઝાડને પાણી મળી શકતું નથી.
હવે આ પ્રયોગમાં એક સાદો અને સરળ ઉપાય કરાયો છે. ડ્રેનેજ ચેમ્બરમાં પાંચ ફૂટ ઊંડો ખાડો કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને ૪ ફૂટ સુધી મોટા પથ્થરો અને બાકીનો એક ફૂટ નાના પથ્થરોનું એક લેયર બનાવાય છે. આનો મુખ્ય ફાયદો એ છે કે હવે વરસાદનું પાણી જમીનમાં જઈ શકે છે અને ઉપરોક્ત સમસ્યાનું નિવારણ આવે છે.
આ સંદર્ભે વાત કરતાં પર્યાવરણપ્રેમી સુભાજિત મુખર્જીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “આ સરળ પ્રયોગ છે કોઈપણ વ્યક્તિ જાતે જ આ કાર્ય કરી શકે અને પર્યાવરણને ખૂબ જ ફાયદો થાય છે.” BMCએ તાત્કાલિક ધોરણે આ પ્રયોગ ૨૫૦ જગ્યાએ શરૂ કરી દીધો અને ખાસ કરી ગાર્ડનમાં આ કાર્ય કરાયું છે. ઉપરાંત બીજા ૫૦૦૦ જેટલા ચેમ્બરનું પણ આ રીતે મુંબઈમાં કાર્ય થયું છે.
ઉલ્લેખનીય છે કે સુભાજિત મુખર્જીએ ઉમેર્યું હતું કે “આખા દેશની શાળા અને કૉલેજોમાં આ કાર્ય અમે ફ્રીમાં કરી આપવા તૈયાર છીએ.” જુઓ કઈ રીતે થઈ શકે છે આ પ્રયોગ તેનો વીડિયો – https://m.facebook.com/story.php?story_fbid=10159683584371942&id=733101941&sfnsn=wiwspwa