News Continuous Bureau | Mumbai
ચોમાસુ(Monsoon) શરૂ થતાની સાથે જ મુંબઈ(Mumbai)ના રસ્તાઓ પર હવે ખાડા(Pathole) દેખાઈ રહ્યા છે. માત્ર મુંબઈ નહીં પરંતુ મુંબઈની આસપાસ આવેલા વિસ્તારોમાં પણ ખાડાનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે ત્યારે ઘોડબંદર રોડ(Ghodbunder road) ખાતે એક દુર્ઘટના બની છે. અહીં મુંબ્રા(Mumbra)થી મુંબઈ તરફ આવનાર એક બાઇકર(Biker)ને ખાડાને કારણે અકસ્માત નડ્યો જેને કારણે તેનું ઘટના સ્થળ પર મૃત્યુ થયું. વાત એમ છે કે ઇલેક્ટ્રિક ના કામ માટે કન્સ્ટ્રકશન સાઈડ ઉપર જઇ રહેલા આ વ્યક્તિને પાણીથી ભરેલો ખાડો દેખાયો નહીં જેને કારણે તેની બાઈક ખાડામાં પડી ગઈ અને તે ઉછળીને રસ્તા પર પડી ગયો. પાછળથી આવી રહેલા ભારે વાહનો ટક્કર મારી જેને કારણે તેનું મૃત્યુ થયું.
આ સમાચાર પણ વાંચો : રૂમના ભાડા પર લાગુ કરાયેલા 5 ટકા GSTથી હોસ્પિટલ પ્રશાસન વિસામણમાં તો દર્દીના હોસ્પિટલના બિલમાં વધારો થવાની શક્યતા- જાણો વિગત