ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં 4 ઑક્ટોબરથી શહેરી વિસ્તારમાં આઠથી બારમા ધોરણ સુધીના વર્ગ શરૂ કરવાની રાજ્ય સરકારે પરવાનગી આપી છે. હવે મુંબઈમાં પાલિકાનો શિક્ષણ વિભાગ પણ શહેરની શાળાઓ ખોલવા માટે તૈયાર છે. મહાપાલિકા ક્ષેત્રમાં આવનારી શાળાઓના 73% શિક્ષકો અને શિક્ષકેતર કર્મચારીઓનું પૂર્ણ રસીકરણ થઈ ગયું છે. એથી શાળાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ પાલિકાના કમિશનરને આપવામાં આવશે.
રાજ્ય સરકારે રજૂ કરેલા પરિપત્ર મુજબ શાળા શરૂ કરવાના બધા જ અધિકાર સ્થાનિક પ્રશાસનને છે, એથી મુંબઈની બધા માધ્યમની અને દરેક બોર્ડની શાળાઓ પાલિકાના આયુક્ત ઇકબાલ સિંહ ચહલ શિક્ષણ વિભાગને પરવાનગી આપશે ત્યારે જ શરૂ થશે. એવું મુંબઈમાં પાલિકાના શિક્ષણાધિકારી રાજુ તડવીએ જણાવ્યું હતું.
હાશ!! વરસાદને કારણે મુંબઇ શહેરના માથે થી એક જોખમ ટળ્યું.
વિદ્યાર્થીઓની કાળજી આ રીતે લેવાશે
-વિદ્યાર્થીઓને ૩ વિશેષ માસ્ક અપાશે. દરેક માસ્ક ૩૫ દિવસ સુધી વાપરી શકાશે. એક બેન્ચ ઉપર એક વિદ્યાર્થીને જ બેસાડવામાં આવશે.
– એક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે એકાંતરે શાળા પણ થઈ શકે છે.
-આઠથી બારમા ધોરણની 250 શાળાઓમાં દર બે દિવસે સેનેટાઇઝેશન કરવામાં આવશે. ગેટ પર સ્ક્રિનિંગની સુવિધા પણ રાખવામાં આવશે.
– વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ હશે તો જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાશે, નહીં તો તેઓ ઑનલાઇન શિક્ષણ લઈ શકે છે.