News Continuous Bureau | Mumbai
એસી લોકલ(AC Local)માં મુંબઈગરાઓ અને એમાં પણ ખાસ કરીને પશ્ચિમ ઉપનગરના લોકો પ્રવાસ કરતા હોય છે ત્યારે આજે (સોમવારે) સવાર સવારમાં બોરીવલી રેલવે સ્ટેશન(Borivali railway station) ઉપર કામે જતા લોકોને અડચણ થઇ હતી. વિરાર થી આવતી એસી લોકલને બોરીવલી પર અટકાવી દીધી હતી. કારણ કે બોરીવલીથી 7:54ના ઉપડનારી ચર્ચગેટ(Churchgate) તરફ જનાર એસી લોકલ 1st ઓક્ટોબર 2022 થી હંમેશા માટે રદ કરીને તેના સ્થાને 7:53 વિરાર થી ચર્ચગેટ જતી સાદી લોકલને એસી લોકલમાં તબદીલ કરવામાં આવી છે.
સવાર સવારના સમયમાં #બોરીવલી રેલવે સ્ટેશન પર યાત્રીઓને સમસ્યા, #એસી #લોકલ ટર્મિનેટ કરી. જુઓ વિડિયો.#Mumbai #borivali #aclocal #localtrain #commuters #newscontinuous pic.twitter.com/QZd130SO1f
— news continuous (@NewsContinuous) October 3, 2022
આમ બોરીવલી(Borivali)થી ચર્ચગેટ જનાર ટ્રેન રદ કરવામાં આવતા અને વિરાર (Virar)થી ચર્ચગેટ જતી સાદી લોકલને એસી લોકલમાં તબદીલ કરવામાં આવતા મુસાફરો રોષે ભરાયા છે. લોકો એસી ટ્રેનના દરવાજા આગળ ઊભા રહી ગયા હતા અને દરવાજો બંધ નહિ થવા દીધો અને ટ્રેનને બોરીવલી પ્લેટફોર્મ પર રોકી દીધી હતી. આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. રેલવે પોલીસ ફોર્સના ઓફિસરે લોકો ને સમજાવી ને હટાવ્યા પછી ટ્રેન રવાના કરી. જુઓ ફોટોગ્રાફ અને વિડિયો.
આ સમાચાર પણ વાંચો :દુકાનના બોર્ડ મરાઠીમાં લખવાની મુદત ખતમ- મુંબઈમાં માત્ર આટલા ટકા દુકાનોએ જ લગાવ્યા મરાઠી સાઈનબોર્ડ- હવે શું કરશે પાલિકા