ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જૂન 2021
સોમવાર
આજથી સામાન્ય નાગરિકો પણ બેસ્ટની બસમાં પ્રવાસ કરી શકશે. મહારાષ્ટ્ર સરકારે સોમવારથી અનલૉક જાહેર કર્યું છે, એ હેઠળ મુંબઈ મહાનગરપાલિકાએ બેસ્ટની બસને ફૂલ સીટિંગ કૅપેસિટી સાથે દોડાવાની મંજૂરી આપી દીધી છે. અનલૉકની જાહેરાત સાથે જ સોમવારથી લોકોએ ઑફિસ જવાનું પણ ચાલુ કરી દીધું છે. જોકે લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોને હજી સુધી પ્રવાસની મંજૂરી નથી. એથી લોકો માટે ટ્રાન્સપૉર્ટેશનનો પર્યાય ફક્ત બેસ્ટની બસ છે. જોકે ફક્ત ફૂલ સીટિંગ કૅપેસિટીની મંજૂરી હોવાથી બસમાં ભીડ થવાની શક્યતા છે. એથી બેસ્ટ પ્રશાસને આવશ્યકતા પડી તો વધારાની બસ દોડાવાની તૈયારી રાખી હોવાની જાહેરાત કરી હતી. જોકે બસમાં અચાનક પ્રવાસીઓની સંખ્યા વધી જવાથી ફરી પાછું જોખમ તો ઊભું નહીં થાયને એનું ટેન્શન માથા પર ઊભું જ છે.
પરોઢના પગલાઃ મુંબઈ મહાનગરપાલિકાએ રેસ્ટોરાં અને હૉટેલ માલિકો માટે આ કામ ફરજિયાત કર્યું; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે લૉકડાઉનને પગલે હાલ ફક્ત અત્યાવશ્યક સેવા સાથે જોડાયેલા લોકો જ બસમાં પ્રવાસ કરી શકતા હતા. હાલ બેસ્ટની બસમાં 9 લાખ લોકો પ્રવાસ કરી રહ્યા છે. અનલૉકની સાથે જ આગામી દિવસમાં પ્રવાસીઓની સંખ્યા 18 લાખ પર જવાની શક્યતા છે.