મુંબઈ શહેર

 મહાનગરપાલિકા નો નવો નિયમ : લોકડાઉન હોવા છતાં ચોવીસ કલાક આ બે કામ થઈ શકશે.

Apr, 7 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ચહલે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે એક ઓર્ડર બહાર પાડવામાં આવશે જે અંતર્ગત ઇ-કોમર્સ અને ખાદ્ય સામગ્રી પૂરી પાડવા માટે ૨૪ કલાકની પરવાનગી આપવામાં આવશે.

એટલે કે જે કોઈ વ્યક્તિ ઈ કોમર્સથી મંગાવી રહી છે તેને તેની ડિલિવરી 24 કલાક સુધી મળી રહેશે. આ ઉપરાંત ખાવાના ની હોટલો ના રસોડા ચોવીસ કલાક ચાલુ રહેશે, પરંતુ ડીલેવરી થકી જ ભોજન મળી શકશે.

કોરોના બન્યો બેકાબૂ : પુણેમાં બેડની અછત સર્જાતા હોટેલો ભાડે લેવી પડી

મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મુંબઈ શહેરમાં પરિસ્થિતિ ચિંતાજનક રીતે આગળ વધી રહી છે. 87% ટકા જેટલા દર્દીઓ એવા છે કે જેમના માં કોઈ લક્ષણ નથી. આ વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ થયા વિના પોતાના ઘરે પણ સાજા થઇ શકે છે. માત્ર તેમને આરામ કરવાની જરૂર છે.

શહેરમાં ઈ-કોમર્સ તેમજ ખાણીપીણીની નો ધંધો કરી રહેલા લોકોને રાહત મળશે.

Leave Comments