ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 7 એપ્રિલ 2021
બુધવાર
મહારાષ્ટ્રના નગર વિકાસ મંત્રી એકનાથ શિંદેએ આદેશ જાહેર કર્યો છે કે મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હાઉસિંગ સોસાયટીના અધ્યક્ષ અને મહાસચિવ ને વિશેષ પોલીસ અધિકારી જેટલા અધિકાર આપવામાં આવે. એટલે કે હાઉસિંગ સોસાયટી માં જે કોઈ વ્યક્તિ ને કોરોના થયો હોય તેને તેના ઘરમાં રહેવા માટે કટિબદ્ધ કરવા માટે જે સત્તા પોલીસ અને મહાનગરપાલિકા અધિકારી પાસે છે તેટલી સક્ષમ સત્તા હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી અને અધ્યક્ષને આપવામાં આવે.
નગર વિકાસ મંત્રી એકનાથ શિંદે ના આદેશ ને કારણે હવે હાઉસિંગ સોસાયટી માં જે દિશાનિર્દેશ જાહેર થયા છે તેનું પાલન કરવામાં સોસાયટી ને આસાની રહેશે.
જોકે સરકારના આ પગલાંને ભારતીય જનતા પાર્ટીએ સખત વિરોધ કર્યો છે. એક ખાનગી વેબસાઇટ સાથે વાત કરતા ભાજપના નેતા માધવ ભંડારીએ જણાવ્યું કે આવા પ્રકારના તઘલખી નિર્ણય ને કારણે સોસાયટીની અંદર ઝગડાઓ વધશે તેમ જ પરિસ્થિતિ બેકાબૂ બનશે.
આમ અત્યારે હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી અને ચેરમેનની સત્તા વધી ગઈ છે.
Leave Comments