ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર.
દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાને કારણે આગ લાગવાનું પ્રમાણ વધી જતું હોય છે. ખાસ કરીને રેલવે પાટાની આજુબાજુના પરિસરમાં ફટાકડા ફોડવું લોકલ ટ્રેન માટે અને તેમાં પ્રવાસ કરનારાઓ માટે જોખમી બની શકે છે. તેથી સેન્ટ્રલ રેલવેએ રેલવેની આજુબાજુના પરિસરમાં ફટાકાડા નહીં ફોડવાની લોકોને અપીલ કરી છે. એટલું જ નહીં પણ રેલવે પાટાની આજુબાજુના વિસ્તાર પર ફટાકાડા ફોડનારાઓ પર નજર રાખવા માટે ડ્રોનની મદદ લેવાની છે.
નવાબ મલિક રવિવારે કરશે ધમાકોઃ કહ્યું લલિત હોટલના સીક્રેટ લાવીશ બહાર;જાણો વિગત
સેન્ટ્રલ રેલવેના પ્રવકતાના કહેવા મુજબ રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF)ની ખાસ ટીમ બનાવી છે. પહેલા જે વિસ્તારોમાં ફટાકડાને કારણે ભારે નુકસાન થયું છે, તેવા વિસ્તારો પર આ ટીમ ખાસ નજર રાખશે. તેમ જ પાટાની આજુબાજુ રહેલા કચરાના ઢગલાને પણ હટાવવામાં આવી રહ્યો છે. અમુક વખતે ફટાકડાના તણખા આ કચરાના ઢગલા પર પડે છે, તેનાથી આગ લાગવાનું જોખમ વધી શકે છે. તેમ જ લેટેસ્ટ ટેક્નોલોજી સાથે સજ્જ ડ્રોનની મદદથી રેલવે પાટા તથા રેલવે પરિસરની આજુબાજુ નજર રાખવામાં આવશે. હાલ રેલવે યાર્ડ તેમ જ તેના આજુબાજુના પરિસરમાં પણ નજર રાખવા માટે ડ્રોનની મદદ લેવામાં આવે છે.