News Continuous Bureau | Mumbai
પ્રવાસીઓની સુવિધાને નામે સેન્ટ્રલ રેલવે(Central Railway) માં ગયા અઠવાડિયાથી વધારાની 10 એસી લોકલ સર્વિસ(AC Local Service) ચાલુ કરવામાં આવી હતી. જોકે વધારાની એસી લોકલને કારણે રોજની લોકલને અસર થતા પ્રવાસીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને છેલ્લા ચાર-પાંચ દિવસથી જુદા જુદા સ્ટેશનો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમાં પાછું રાજકીય અને પ્રવાસી સંગઠનોએ(Political and tourist organizations) પણ તેનો વિરોધ કર્યો છે. તેને પગલે સેન્ટ્રલ રેલવેએ તાત્પૂરતી આ 10 એસીની સેવાને રદ કરવાનો નિર્ણય લીધો છે.
ગયા શુક્રવારથી સેન્ટ્રલ રેલવેએ નોન એસીને બદલે 10 એસી ટ્રેન દોડાવવાનું ચાલુ કર્યું હતું. જોકે શુક્રવારે જ કલવા કારશેડથી નીકળેલી એસી ટ્રેન સામે થાણે સ્ટેશન(Thane Station) પર પ્રવાસીઓએ ભારે વિરોધ કરીને ટ્રેક પર ટ્રેન રોકી દીધી હતી. પ્રવાસીઓના વિરોધને પગલે ટ્રેન મોડી પડી હતી. ત્યાર બાદ મંગળવારે બદલાપુર સ્ટેશન(Badlapur Station) પર પ્રવાસીઓએ એસી લોકલનો વિરોધ કર્યો હતો.
ત્યારબાદ સતત બીજા દિવસે એટલે કે બુધવારે પણ પ્રવાસીઓએ વિરોધ કર્યો હતો. તેથી સેન્ટ્રલ રેલવેએ બુધવારે જાહેરાત કરી હતી કે તાત્પૂરતા સમય માટે એસી લોકલને દોડાવવાનો નિર્ણય સ્થગિત કર્યો છે અને તેના બદલે હવે સામાન્ય એટલે કે નોન એસી લોકલ ટ્રેન દોડાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: મધ્ય રેલવેનો પ્રવાસ ફરી એકવાર અટક્યો- સવાર સવારના સમયે આ સ્ટેશન પર રેલ વ્યવહાર ખોરવાયો- જાણો વિગતે
મુંબઈમાં લગભગ 70થી 75 લાખ પ્રવાસીઓ ટ્રેનમાં પ્રવાસ કરે છે. પ્રવાસીઓના હિતમાં એસી ટ્રેન ચાલુ કરવામાં આવી છે, છતાં દરેક પ્રવાસીને તે પરવડે એમ નથી. પ્રવાસી સંગઠનના કહેવા મુજબ ભાડામાં ઘટાડો થાય તો સામાન્ય વર્ગ પ્રવાસ(General class) કરી શકે. ભાડા વધારાની સાથે જ પીક અવર્સમાં એસી ટ્રેન દોડાવવાને કારણે અન્ય પ્રવાસીઓને ઓફિસે જવામાં વિલંબ થાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે પ્રવાસી સંગઠનોએ અને પ્રવાસીઓ તો એસી લોકલનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ હાલ ચાલી રહેલા અધિવેશનમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે (MLA Jitendra Ahawad)પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકારે પણ તેના પર ધ્યાન આપવાની વાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો: અરે વાહ શું વાત છે-બેસ્ટે સ્પેશિયલ બસ દોડાવવાનું નક્કી કર્યું-દક્ષિણ મુંબઈના તમામ ગણપતિના દર્શન કરાવશે- તમે પણ જવા માંગો છો- જાણો બસનો કાર્યક્રમ અહીં