News Continuous Bureau | Mumbai
રેલવેમાં ટિકિટ વગર ગેરકાયદે પ્રવાસ કરનારા ખુદાબક્ષો પાસેથી સેન્ટ્રલ રેલવેએ એક વર્ષમાં 200 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
સેન્ટ્રલ રેલવેએ આપેલા આંકડા મુજબ એપ્રિલ 2021 થી 16 માર્ચ 2022 (1.4.2021 થી 16.3.2022) ના સમયગાળા દરમિયાન કુલ 33.30 લાખ કેસ પકડાયા હતા. તેમની પાસેથી રેલવેને રૂ.200.85 કરોડની આવક થઈ હતી જે કેસ અને આવકની દ્રષ્ટિએ તમામ ઝોનલ રેલવેમાં સૌથી વધુ છે. કોવિડ-19 હેઠળ અનેક પ્રતિબંધો હોવા છતાં મધ્ય રેલવેની આ અત્યાર સુધીની સૌથી વધુ આવક છે.
સેન્ટ્રલ રેલવે દ્વારા ગેરકાયદે પ્રવાસ કરનારા પર અંકુશ લાવવા માટે ઉપનગરીય, મેલ, એક્સપ્રેસ, પેસેન્જર અને સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગર અને અનિયમિત મુસાફરી સામે નિયમિત સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહીં પણ સેન્ટ્રલ રેલવેની વિજિલન્સ ટીમ ટિકિટ ચેકિંગ સ્ટાફ સાથે પણ ટિકિટ વિનાની મુસાફરી સામે આવી ડ્રાઈવ કરે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ સહિત આ વિસ્તારોમાં વરસાદ પડશે. જાણો શું છે હવામાન વિભાગનો વરતારો.
મુંબઈ ડિવિઝનમાં ટિકિટ વગરના અને અનિયમિત મુસાફરીના 12.93 લાખ કેસ પકડાયા છે, જેમાંથી 66.84 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે, જે મધ્ય રેલવેના તમામ વિભાગોમાં સૌથી વધુ છે. ભુસાવલ વિભાગે અનિયમિત મુસાફરીના 8.15 લાખ કેસ પકડ્યા છે, જેમાંથી રૂ. 58.75 કરોડની વસૂલાત કરવામાં આવી છે, નાગપુર વિભાગે અનિયમિત મુસાફરીના 5.03 લાખ કેસમાંથી 33.32 કરોડની વસુલાત કરી છે, સોલાપુર વિભાગે અનિયમિત મુસાફરીના 3.36 લાખ કેસ છે અને તેમની પાસેથી રૂ. 19.42 કરોડની વસુલાત કરી છે. અને પુણે વિભાગે અનિયમિત મુસાફરીના 2.05 લાખ કેસ શોધી કાઢ્યા છે અને તેમની પાસેથી રૂ. 10.05 કરોડ વસૂલ કર્યા છે. હેડક્વાર્ટરની ટિકિટ ચેકિંગ ટીમે ટિકિટ વિનાના અને અનિયમિત મુસાફરીના 1.80 લાખ કેસ પકડ્યા છે અને તેમની પાસેથી 12.47 કરોડ રૂપિયા વસૂલ્યા છે.
ઉપરોક્ત ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમામ 56,443 વ્યક્તિઓ કોવિડ પ્રતિબંધક નિયમોનું ઉલ્લંઘન કરી માસ્ક પહેર્યા ન હોવાનું જણાયું હતું અને તેમની પાસેથી રૂ. 88.78 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.