ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મુંબઈમાં ચિકનગુનિયાના દરદીઓ વધી રહ્યા છે. પૂર્વનાં પરાંમાં સહુથી વધુ દરદીઓ છે. ગત મહિનાની સરખામણીમાં શહેરમાં દરદીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 34 દરદીઓ નોંધાયા છે. પાલિકાએ પ્રતિબંધાત્મક કાર્યવાહી પણ શરૂ કરી હોવાની માહિતી પાલિકાના કાર્યકારી આરોગ્ય અધિકારી ડૉ. મંગલા ગોમારેએ આપી છે.
ડેન્ગ્યુ અને ચિકનગુનિયા આ બંનેનો પ્રસાર 'એડીસ ઇજિપ્તી' નામના મચ્છરથી થાય છે. એથી ડેન્ગ્યુનો કે ચિકનગુનિયા પ્રકોપ વધે છે. આ વર્ષે શરૂઆતમાં એવી જ સ્થિતિ હતી. જોકે ગત બે મહિનાથી શહેરમાં ડેન્ગ્યુનો પ્રકોપ થોડો ઘટ્યો છે. છતાં ચિકનગુનિયાના કેસ વધી રહ્યા છે. પાલિકાના આંકડાઓમાં ગત વર્ષ સુધીમાં ચિકનગુનિયાનો એક પણ દર્દી ન હતો, પરંતુ આ વર્ષે 21 ઑક્ટોબર સુધીમાં 34 દર્દીઓ મળી આવ્યા છે. સપ્ટેમ્બરમાં મુંબઈમાં 7 દર્દીઓ હતા. ઑક્ટોબરમાં વધીને 19 દર્દીઓ નોંધાયા છે.
વાહ! દેશ-વિદેશનાં પક્ષીઓનું ઘર બનશે ગોરાઈનું આ મેન્ગ્રોવ્ઝ પાર્ક; જાણો વિગત
કેટલાક દર્દીઓમાં ચિકનગુનિયાનાં લક્ષણો હોવા છતાં ટેસ્ટમાં નિદાન થતું નથી. એથી આવા દર્દીઓના પ્લેટલેટ્સ, બ્લડ રિપૉર્ટ કાઢીને નિદાન કરવામાં આવે છે અને સારવાર શરૂ કરાય છે, પરંતુ દર્દીને તાવ, અસહ્ય સાંધાનો દુખાવો જેવાં લક્ષણો દેખાય તો ઘરે સારવાર કરવાને બદલે તત્કાળ ડૉક્ટર પાસે જવું જોઈએ.