News Continuous Bureau | Mumbai
મુંબઈગરા બહુ જલદી પોતાની લોકલ ટ્રેન ક્યાં પહોંચી તેનું લોકેશન જાણી શકશે. રેલવેની “યાત્રી એપ” ની મદદથી લોકલ ટ્રેનનું ચોક્કસ લોકેશન જાણી શકાશે.
રેલવે દ્વારા “યાત્રી એપ”ના ફીચરને અમલમાં લાવવા પહેલા લાઈવ લોકેશનને ટ્રેકિંગ કરવાની ટ્રાયલ લેવામાં આવી હતી, જેને સફળતા મળી છે. આ ટ્રાયલ બેલાપૂર-ખારકોપર રૂટ પર કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : દિલ્હીની પાર્કિંગની સિસ્ટમ હવે મુંબઈમાં? આ વિસ્તારમાં 13 જગ્યાએ ઓડ ઈવન પદ્ધતી પાર્કિંગ પોલિસી અમલમાં મૂકાશે… જાણો વિગતે
રેલવે અધિકારીઓના કહેવા મુજબ તબક્કાવાર આ યોજનાને તેઓ અમલમાં લાવવા માગે છે. બેલાપૂર-ખારકોપરમાં અપ અને ડાઉન લોકલ ટ્રેનમા આ પરીક્ષણ સફળ રહ્યું હતું. હવે સેન્ટ્રલ, ટ્રાન્સ હાર્બપ અને ઉરણ લાઈનમાં તેનું પરીક્ષણ કરવામાં આવવાનું છે.
“યાત્રી એપ”ની મદદથી પ્રવાસીઓ પોતાની રોજની ચોક્કસ લોકલ ટ્રેન ક્યાં પહોંચી તેનું લોકેશન જાણી શકશે. એ સિવાય સ્ટેશનને લગતી અને અન્ય સુવિધાની માહિતી પણ તેના પર ઉપલબ્ધ થશે.