News Continuous Bureau | Mumbai
મુંબઈમાં બુધવારે બે અલગ અલગ વિસ્તારમાં ફ્લાયઓવરને(flyover) લઈને સર્જાયેલી સમસ્યાને કારણે મુંબઈગરા પેનિક થઈ ગયા હતા. બુધવારે બપોરના બાંદ્રા-માહિમ(Bandra-Mahim) પાસેના ફ્લાયઓવરનો સ્લેબ તૂટી પડ્યો હતો. તો કેમ્પસ કોનર્ર(Campus Corner) પાસે બ્રિજના જોઈન્ટનો ડામર નીકળી જતા મુંબઈ ટ્રાફિક પોલીસે(Traffic Police) કલાક માટે ટ્રાફિક ડાયવર્ટ(Traffic divert) કરાવ્યો હતો.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના(Maharashtra State Road Development Corporation) અધિ કારીના જણાવ્યા મુજબ માહિમ (Mahim) પાસેના આ ફલાયઓવરનું બ્યુટીફીકેશનનું કામ કરવામાં આવ્યું હતું. ફ્લાયઓવરના બે ભાગના વચ્ચેનો સ્લેબ બુધવારે બપોરના અચાનક તૂટી પડ્યો હતો. તેને કારણે થોડા સમય માટે ફ્લાયઓવરને બંધ કરાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જણાયું હતું કે ફ્લાયઓવરનો નીચેનો થોડો સ્લેબ તૂટી પડ્યો હતો. તેને કારણે ફ્લાયઓવરના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી(Structural stability) સામે કોઈ જોખમ ઊભું થયું હતું. તકેદારી રૂપે થોડા સમય માટે પુલ બંધ કરવામાં આવ્યો હતો. તપાસમાં કંઈ ગંભીર નહીં જણાતા ફલાયઓવર ફરી ખુલ્લો મુકાયો હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના ઝવેરી બજારમાં EDનો દરોડો- ખાનગી લોકરમાંથી જપ્ત કર્યો સોના ચાંદીનો જથ્થો- કિંમત જાણી ચોંકી જશો
આ દરમિયાન જ બપોરના સમયે દક્ષિણ મુંબઈનો મહત્વનો ગણાતો કેમ્પસ કોનર્ર ફ્લાયઓવર પર ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો. વાહનોને અન્ય રસ્તા પર વાળવામાં આવ્યો હતો. પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર સતીશ ઠોસરના જણાવ્યા મુજબ ફ્લાયઓવરના જોઈન્ટસ વચ્ચેનો ડામર નીકળી ગયો હતો. તેથી ટ્રાફિક પોલીસે પુલ ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો. રોડ ડિપાર્ટમેન્ટ દ્વારા તુરંત તેની તપાસ કરવામાં આવતા તેમાં કોઈ ગંભીર બાબત જણાઈ નહોતી. વરસાદના સમયે ફ્લાયઓવરના જોઈન્ટ વચ્ચેનો ડામર નીકળવો સામાન્ય બાબત છે. તપાસ બાદ પુલને ફરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જોકે દિવસ દરમિયાન બે પુલમાં ક્રેક આવી હોવાના ન્યુઝ સોશિયલ મીડિયા પર ફરી વળતા લોકો પેનિક થઈ ગયા હતા.