ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
મુંબઈ મહાનગરપાલિકા ની ચૂંટણી આવતાંની સાથે જ કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતીઓને લોલીપોપ દેખાડવાનું શરૂ કર્યું છે.મુંબઈ વિભાગીય કોંગ્રેસ કમિટીની ગુજરાતી સેલ દ્વારા ગુજરાતી કેન્દ્રિત કાર્યક્રમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપે એવું આશ્વાસન આપ્યું કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 70 વોર્ડમાં ગુજરાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. આ ઉપરાંત સાહિત્ય શિબિર નું સાંસ્કૃતિક ફંડ જે હાલ 40 લાખ રૂપિયાનું છે તે વધારીને ૧ કરોડ રૂપિયાનું કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ માત્ર ૧૭ ગુજરાતીઓને ટિકિટ આપી હતી. આ ઉપરાંત મુંબઇ શહેરમાં કુલ ૫૫ એવી સીટ છે જેમાં ગુજરાતી વોટ નો પ્રભાવ છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી 70 ગુજરાતીઓને કઈ રીતે ટિકિટ આપશે??
આને કહેવાય 'કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના'
Leave Comments