ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન 2021
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકાની 2022માં થનારી ચૂંટણીનાં પડઘમ અત્યારથી વાગવા માંડ્યાં છે. શિવસેના સહિત કૉન્ગ્રેસે પણ ચૂંટણી જીતવા માટે અત્યારથી દાવપેચ ચાલુ કરી દીધા છે. એમાં કૉન્ગ્રેસે ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ કર્યો છે અને ચૂંટણી આયોગને એની ફરિયાદ કરી છે.
પાલિકાના વિરોધ પક્ષના નેતા રવિ રાજાએ ચૂંટણી આયોગને પત્ર લખીને ફરિયાદ કરી છે. એ મુજબ મુંબઈ મહાનગરપાલિકાની 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપે મહારાષ્ટ્રમાં રહેલી પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને વૉર્ડની પુનર્રચના કરી હતી. પોતાની મરજી મુજબ વૉર્ડની પુનર્રચનાને પગલે તેમને 40થી 50 જગ્યાનો ફાયદો થયો હતો. એથી 2022માં ચૂંટણી થાય એ પહેલાં આ 45 વૉર્ડની પુનર્રચના કરો.
મહત્વના સમાચાર : મુંબઈ શહેરમાં વેક્સિન સંદર્ભે મહાનગરપાલિકાએ આજ માટે મોટી જાહેરાત કરી.
અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ શિવસેના પણ આ પ્રકારનો આરોપ ભાજપ પર કરી ચૂકી છે. તેમ જ જે 30 બેઠકો પર ભાજપનું વર્ચસ્વ છે એને પાછી મેળવવા માટે શિવસેનાએ પ્રયાસ ચાલુ કરી દીધા હોવાનું કહેવાય છે.