ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
કુર્લા પશ્ચિમમાં મીઠી નદી પર CST રોડ પર પુલને પહોળો કરવાનું કામ અટક્યું છે. પાલિકાએ સમયનો વેડફાટ કરનાર કૉન્ટ્રૅક્ટર સામે કોઈ કાર્યવાહી કરી નથી અને હવે આ કામગીરીને MMRDAને સોંપવાની યોજના બનાવી રહી છે. પરિણામે હવે કામ વધુ રખડે એવી સંભાવના છે. દરમિયાન અગાઉના કૉન્ટ્રૅક્ટરને રૂપિયા13.5 કરોડ ચૂકવ્યા બાદ હવે પાલિકા MMRDAને વધુ 51 કરોડ ચૂકવશે.
મીઠી નદી પર કુર્લા વેસ્ટ પર CST રોડ પાસેના પુલને પહોળો કરવા જાન્યુઆરી 2017માં પાલિકાએ કૉન્ટ્રૅક્ટરને કામ આપ્યું હતું. તેની સાથે59.43 કરોડ રૂપિયાનો કરાર કરવામાં આવ્યો હતો. પાલિકાને અપેક્ષા હતી કે તે મે 2019માં કામ પૂર્ણ કરશે, પરંતુ તેણે જાન્યુઆરી 2018માં કામ શરૂ કર્યું. વરસાદ બાદ પણ તેણે તરત જ કામ શરૂ કર્યું ન હતું.
અત્યાર સુધીમાં કૉન્ટ્રૅકટરે માત્ર 13.63 કરોડનું કામ પૂર્ણ કર્યું છે. જોકેપુલના પહોળા થવાનું કામ પહેલાંથી બે વર્ષ માટે વિલંબિત છે. એને કારણે મીઠી નદી વિસ્તારમાં MMRDAના કામમાં અડચણ ઊભી થઈ રહી છે. એથીMMRDAએ પુલનું બાકીનું કામ પૂર્ણ કરવાની તૈયારી દર્શાવી છે. જોકેઑથૉરિટીએ એના માટે 51 કરોડની માગ કરી છે. આ કામગીરી MMRDAને સોંપવાનો મ્યુનિસિપલ પ્રશાસનનો હેતુ છે અને વહીવટી તંત્ર દ્વારા સ્થાયી સમિતિને દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જોકેભાજપે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. કૉન્ટ્રૅક્ટરના વિલંબને કારણે આ પુલના નિર્માણનો ખર્ચ વધશે.