મુંબઈ શહેર

કોરોના બન્યો બેકાબૂ : પુણેમાં બેડની અછત સર્જાતા હોટેલો ભાડે લેવી પડી

Apr, 7 2021


ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

કોરોનાએ ફરી સંપૂર્ણ દેશને ભરડામાં લીધો છે. એક વર્ષ પહેલા સ્થિતિ હતી તેના કરતા પણ વધુ ખરાબ પરિસ્થિતિ હાલમાં સર્જાઈ રહી છે. દેશમાં આજે પ્રથમ વાર રેકોર્ડ બ્રેકિંગ ૧.૧૫ લાખથી વધુ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા ફરી ૧૦ લાખ થવા ભણી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર. છેલ્લા 24 કલાકમાં 55 હજારથી વધુ કેસ નોંધાયા, રિકવરી દર માં પણ થયો ઘટાડો. જાણો તાજા આંકડા અહીં..

આ પરિસ્થિતિમાં પુણેમાં હવે બેડ્સની અછત સર્જાતા ત્યાં હોટેલો ભાડે રાખવાની શરૂઆત થઈ ગઈ છે. દરમિયાન મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં પણ બેડ્સની કટોકટી નિર્માણ થવાની શક્યતા છે. મુંબઈમાં અને પુણેમાં દરરોજ ૧૦,૦૦૦ જેટલા કેસ સામે આવી રહ્યા છે. 

ભારતમાં કોરોના વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં 1.15 લાખથી વધુ નવા કેસ નોંધાયા. જાણો નવા આંકડા...

મુંબઈમાં હાલ બેડ્સની અછત નથી. બી.એમ.સી. ૫ એપ્રિલના રોજ જાહેર કરેલા આંકડા મુજબ અત્યારે મુંબઈમાં ૫૪૦૦ બેડ્સ ખાલી છે. આઈ.સી.યુ. બેડ્સ ૧૩૬ જેટલા તો ૫૧ વેન્ટીલેટર બેડ્સ ઉપલબ્ધ છે.

Leave Comments